सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આણંદ જિલ્લા પોલીસ દ્વારા ઉમરેઠ તાલુકાની જનતા માટે ગેરકાયદેસર નાણાં ધીરધાર અને નશીલા પદાર્થ અંગે જાગૃતિ કાર્યક્રમ

આજરોજ ઉમરેઠ શહેરના નાસિકવાડા હોલમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી. પંચાલ સાહેબની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ મોટી સંખ્યામાં જાગૃત નાગરિક અને શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠના વિદ્યાર્થીઓ વચ્ચે થયો.

ધનંજય શુક્લ
  • Jun 24 2024 3:37PM
આજરોજ ઉમરેઠ શહેરના નાસિકવાડા હોલમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી. પંચાલ સાહેબની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ મોટી સંખ્યામાં જાગૃત નાગરિક અને શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠના વિદ્યાર્થીઓ વચ્ચે થયો. આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. પંચાલ સાહેબ મુખ્ય ભૂમિકામાં ઉપરાંત સી.પી.આઈ. દેસાઈ સાહેબ અને ઉમરેઠ પી.એસ.આઈ. પાવરા સાહેબ, ભાલેજ પી.એસ.આઈ. વાઘેલા સાહેબ અને ખંભોળજ પી.એસ.આઈ. ડોડીયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ લોક જાગૃતિના કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી પંચાલ સાહેબ દ્વારા લોકોને ગેરકાયદેસર રીતે થતા નાણાંના વ્યવહાર અને તેના કારણે થતી મુશ્કેલીઓ વિશે સમજાવવામાં આવ્યા. ઉપરાંત યુવા વર્ગને ખાસ નસીલા પદાર્થો તરફ ન વળવા અને તેના બદલે પુરી શક્તિ અભ્યાસ તથા રમતગમતમાં વાપરવા વિશે પણ સમજાવવામાં આવ્યું. સાથે સાથે આણંદ જિલ્લા પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી કે આવા ગુનાહિત કૃત્યો થશે તો પોલીસ હંમેશા પ્રજાની સાથે છે અને તેમને ન્યાય અપાવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार