सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની મિટિંગ નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઇ હતી

જિલ્લાના લોકોને સમયસર સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે મિટિંગ યોજાઇ હતી

શૈશવ રાવ
  • Feb 4 2023 5:54PM

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યુ છે. સમિતિના અધ્યક્ષશ્રી અને સાંસદશ્રી મનસુખભાઇ વસાવા

જિલ્લાના લોકોને સમયસર સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે જિલ્લાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ-પદાધિકારીશ્રીઓ સાથે જરૂરી સંકલનમાં રહીને વિકાસ કામો હાથ ધરવા જિલ્લા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઇ વસાવાની હિમાયત

ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની યોજાયેલી બેઠક.

રાજપીપલા-શનિવાર:- ભરૂચના સાંસદશ્રી અને નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં આજે નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરાય અને લાભાન્વિત જનસમુદાયને તેના લાભો સમયસર મળી રહે તે માટે જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ સાથે જરૂરી સંકલન અને પરામર્શમાં રહીને વિકાસ કામો હાથ ધરાય તે જોવા સાંસદશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, આમંત્રિત સભ્યશ્રીઓ,  જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકરીશ્રી અને જિલ્લા ગ્રામ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ સહિત સમિતિના અન્ય સભ્યો, જિલ્લાના સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લામાં સમાજના ગરીબ અને છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ સાથે દેશને સમૃધ્ધ બનાવવાની દિશાના ભગીરથ પ્રયાસો સરકારશ્રી દ્વારા થઇ રહ્યાં છે, ત્યારે જિલ્લાના મહત્વના પ્રશ્નોના સુચારૂં ઉકેલ સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટના સર્વાંગી વિકાસ માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યું છે.

આ બેઠકમાં સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, મિશન મંગલમ, ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક, વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સહકાર, પશુપાલન, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, નહેરુ યુવા કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, રમત-ગમત, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વિજ વિભાગ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પણ પૂરૂં પાડ્યું હતું. તેમજ જિલ્લામાં સારી કામગીરી કરનારા વિભાગોના અધિકારીશ્રીઓને બિરદાવ્યા હતા.
                
બેઠકમાં ચર્ચા દરમિયાન ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિતના અન્ય સભ્યશ્રીઓએ પણ વિવિધ યોજનાકીય અમલીકરણ બાબતે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.
              
બેઠક બાદ દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઈ વસાવાએ એક સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લા-તાલુકાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે દર ત્રણ મહિને યોજાતી હોય છે, જિલ્લાના તમામ વિભાગો દ્વારા થયેલી કામગીરીની વિસ્તૃત ચર્ચા સાથે તેની સમીક્ષા થતી હોય છે. આ દિશા મિટીંગમાં બધા જ વિભાગના અધિકારીઓ ઉપરાંત કેટલાંક સામાજિક પ્રતિનિધીઓને પણ આમંત્રિત સભ્યો તરીકે રાખવામાં આવે છે. આ બધા જ લોકો પોતપોતાના વિસ્તારના કોઇપણ વિભાગને લગતા પ્રશ્નોની દિશા સમિતિની બેઠકમાં ચર્ચામાં ભાગ લઇ શકે છે અને જિલ્લાની વિકાસકૂચ સતત આગળ વધતી રહે તેવા સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પણ આ બેઠકમાં પુરૂં  પાડવામાં આવે છે. જિલ્લામાં સરકારશ્રીની તમામ યોજનાકીય બાબતોની અમલવારી કરતા વિભાગો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે તેમ પણ તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
                                 
૦૦૦૦

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार