सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ફતેપુરાના ભીચોર ગામે ટ્રેક્ટર પલટી ખાતા ગમખાર અકસ્માત બેના મોત

ભીચોર ગામેથી કન્યાને દાગીના કપડા કટલરી પહેરાવા રાજસ્થાનના ગાંગડતલાઈ ગામે જતા હતા તે વેળાઈ ટ્રેક્ટર પલટી મારતા અકસ્માત સર્જ્યો

પ્રવીણ કલાલ
  • Feb 3 2023 7:56PM

• ફતેપુરાના ભીચોર ગામે ટ્રેક્ટર પલટી ખાતા ગમખાર અકસ્માત બેના મોત
• ટ્રેક્ટરમાં સવાર થઈ લોકો ભીચોર ગામેથી કન્યાને દાગીના કપડા કટલરી પહેરાવા રાજસ્થાનના ગાંગડતલાઈ ગામે જતા હતા તે વેળાઈ ટ્રેક્ટર પલટી મારતા અકસ્માત સર્જ્યો

ફતેપુરા તાલુકાના ભીચોર ગામે લગ્ન પ્રસંગના કામકાજ અર્થે રાજસ્થાનના ગાંગડતળાઈ ગામે જતી વેળાએ ભીચોર એકાએક ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રેક્ટરમાં સવાર મુસાફરોને  ગંભીર ઇજાઓ થવા પામી હતી તો બે વ્યક્તિનું મોત નિપજયું હતું.

ફતેપુરાના ભીચોર ગામેથી ગાંગડ તળાઈ ગામે કન્યાને દાગીના કપડા ચંપલ તેમજ કટલરી જેવા જરૂરી પહેરવેશ માટે પોતાના પરિવારના મહિલા પુરુષો સાથે ભીચોર ગામે થી ગાંગડ તળાઈ જવા માટે ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા તે વેળાએ ટ્રેક્ટર ભીચોર ગામે વળાંકમાં ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી મારતા બે મહિલાઓ ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે 23 જેટલા લોકો ગંભીર ઇજાઓ તથા 108 એમ્બ્યુલન્સ મારફતે ફતેપુરા સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.

ગંભીર ઇજાઓ થયેલા લોકોને દાહોદ તેમજ સંતરામપુર ખસેડવામાં આવ્યા હતા ટ્રેક્ટરમાં સવાર વિછલીબેન નાનજીભાઈ બારીયા ઉમર 65 રહે ભીચોર તેમજ મીનાબેન વાઘજીભાઈ મછાર રહે બોરીચા ઉમર 55 નું ઘટના સ્થળે જ આ બંનેના મોત નીપજીયું હતું ઈજા ગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ફતેપુરા સરકારી દવાખાનામા લાવીને સારવાર સારવાર આપવામાં આવી રહી છે જે પૈકી વધુ ઇજાગ્રસ્તો ને દાહોદ ખાતે તેમજ સંતરામપુર ખાતે રિપોર્ટ કરવાના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે.

ઉપરોક્ત અકસ્માત સંદર્ભે ફતેપુરા પોલીસે ઘટના સ્થળે જઈને આગળની કાર્યવાહી તેમ જ તપાસના ચક્ર ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે સમાચાર લખાય ત્યાં સુધી અકસ્મતમા બે વ્યક્તિના મોત થયા છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार