सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

થરાદ ખાતે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવી

થરાદ ખાતે થરાદ વાવ સુઇગામ તાલુકાના ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભુરપુરી ગોસ્વામી
  • Aug 10 2022 10:45AM

થરાદ ખાતે થરાદ વાવ સુઇગામ તાલુકાના ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નારણદેવી રોડ પર આવેલી ભીલ સમાજની વાડી ખાતે આદીવાસી સમાજના બહોળી સંખ્યામાં લોકો એકઠા થઈ દીપ પ્રાગટય કરી સભાને સંબોધન કરી આમંત્રિત મહેમાનો તેમજ શિક્ષિત વિધાર્થી તારલાઓનું સન્માન  સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો પર રેલી સ્વરૂપે પરિભ્રમણ કરી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરી હતી


વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે સભા સંબોધન બાદ  જનતા હાઈસ્કૂલ, શેણલ માતાજી મંદિર, ટાંડા તળાવ, બસસ્ટેન્ડ રોડ, બળિયા હનુમાન ચોક, રેફરલ ત્રણ રસ્તા, ચાર રસ્તા, સાચોર રોડ એપીએમસી થઈને પુનઃ સમાજની વાડી ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમ સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે થરાદ ખાતે ત્રણ તાલુકાઓના આદિવાસી સમાજના લોકો ભેગા મળી  ઉજવણી કરાઈ હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार