सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

છોટાઉદેપુર જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી

વિજય રાઠવા
  • May 21 2022 6:28PM
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની ભાગ-૧ની બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર વિભાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મોહનસિંહભાઇ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ બાબતો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી સંબંધિત વિભાગના અધિકારીઓને ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતો અંગે ઝડપી કાર્યવાહી કરી કરેલ કાર્યવાહીની જાણ ધારાસભ્ય તેમજ જિલ્લા કલેકટરને કરવા માટે સૂચના આપવામાં આવી હતી.  આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ  મલકાબેન પટેલ દ્વારા પણ પાણી પુરવઠા વિભાગને લગતી રજૂઆતો કરવામાં આવી હતી. જે અંગે પાણી પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી રજૂઆતોનો નિકાલ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

ભાગ-૨ની બેઠકમાં પ્રજા/લોકોની અરજીઓ અંગે સમીક્ષા કરતા જિલ્લા કલેકટરે પ્રજા/લોકો તરફથી મળતી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તથા બાકી પેન્શન કેસો તેમજ અન્ય મુદ્દાઓ અંગે પણ વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.   જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘે વેકસિનેશન મેગા ડ્રાઇવ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તા. ૨૨મી, મેના રોજ મેગા વેકસિનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.  જિલ્લામાં ૯૪૦૦૦ લાભાર્થીઓ વેકસિનેશનને લાયક છે આ તમામ લાભાર્થીઓનું રસીકરણ થાય એ માટે નોડલ અધિકારીઓને વધુમાં વધુ લોકો આ મેગા ડ્રાઇવમાં રસીકરણ કરાવે એવી કામગીરી કરવા જણાવ્યું હતું.   મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પી.એમ.જે.એ.વાય-મા યોજનાના કાર્ડ અંગે વિગતે જાણકારી આપી જિલ્લામાં બાકી રહી ગયેલા લાયક લાભાર્થીઓ આ યોજનામાં જોડાય એ સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કર્યું હતું. બેઠકમાં પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત, નાયબ વન સંરક્ષક વી.એમ.દેસાઇ, ડેપ્યુટી કલેકટર-૧, પુરવઠા અધિકારી અભિષેક સિંહા, જિલ્લા આયોજન અધિકારી, કાર્યપાલક ઇજનેરો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार