सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણ શહેરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ

શહેરના મામલતદાર કચેરી ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મિસાઈલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિમાં રેસ્ક્યુ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ મોકડ્રિલ પાટણ જિલ્લાના કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નિરક્ષણ હેઠળ યોજાઇ હતી.

સુદર્શન ટીમ
  • May 7 2025 6:31PM
મોકડ્રિલ દરમ્યાન સાયરન વગાડી ચેતવણી આપવામાં આવી અને બોમ્બ બાર્ડીંગ જેવી આપત્તિજનક પરિસ્થિતિનું નિદર્શન કરાયું. આ પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવા અને અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી રજૂ કરી.

આ સિવાય, બ્લેકઆઉટ સમયે દેશદાઝ સાથે લાઈટો બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી હિરેન પટેલે જણાવ્યું કે મોકડ્રિલનો મુખ્ય હેતુ આકસ્મિક પરિસ્થિતિઓ માટે લોકો અને તંત્રને સજાગ રાખવાનો છે.

મોકડ્રિલમાં પોલીસ, ફાયર વિભાગ, વીજળી, આરોગ્ય અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
 આની સાથે પાટણ ના હારિજ માં પણ મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં બચાવ  રાહત કામગીરી અંગે  પ્રેક્ટિસ કરવા માં આવી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार