ખેડા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ઉનાળા પાકને નુક્સાન : ખેડૂતોની ચહેરા પરની રોનક છીનવાઈ
ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ખેતરમાં જમીન દોસ્ત થયો
ખેડા જિલ્લામાં સોમવારના રોજ ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની શક્યતા ને લઈને ખેડૂતોની ચેહરા પરની રોનક છીનવાઈ ગઈ હતી. જ્યારે ખેતરમાં રહેલ બાજરી, તલ સહિત અન્ય પાક ને નુકસાન થતા ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા હતા.
નડિયાદ તાલુકા સહિત આજુબાજુના ગામના ખેડૂતો ચિંતાતુર થવા સાથે તેમની અનેક આશાઓ ઉપર પાણી ફરી ગયુ હોય તેવા દ્રશ્યો અનેક ખેડૂતોના ખેતરમાં જોવા મળી રહ્યા હતા,ખેડૂતના ખેતરમાં રહેલ બાજરી, તલ સહિત નો અન્ય પાક જમીનદોસ્ત થતા ખેતી પાકને નુકસાન જવાની શક્યતા ને લઈને ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યા હતા.અમુક ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ભારે પવન અને વરસાદના કારણે ઢળી પડતા ખેડૂતોની મહેનત ક્યાંકને ક્યાંક માથે પડે હોઈ તેવી શક્યતા ના પગલે ખેડૂતો હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા હતા.જોકે ઉનાળામાં ચોમાસા જેવો અહેસાસ ખેડૂતોને થયો હોય પરંતુ આ કુદરતી આફત સામે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ભારે પવન સાથે આવેલ કમોસમી વરસાદે છીનવી લીધો હતો.
વાત્રક કાંઠામાં કમોસમી વરસાદ અને ભારે પવન ને લઈને ખેતીના પાકને નુકસાન
આ સાથે વાત્રક કાંઠા વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેતીના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું જેમાં બાજરી નો પાક લગભગ નષ્ટ થઈ જવા જેવો થઈ ગયો છે કેરી રાયણા ચીકુ ગુંદા જેવા પાકો ભારે પવનને લઈને ગરી પડ્યા હતા 35 થી 40 કિલોમીટરની સ્પીડે પવન હુકાતા લોકોના ઘરોના છાપરા ઉડી ગયા લગ્નના મંડપ પણ ઉડી ગયા આમ ભારે પવનને લઈને ઘણું નુકસાન થવા પામ્યું હતું વાત્રકાંઠા વિસ્તારમાં અંદાજે 8 થી 10 થાંભલા પડી ગયા હતા, આમ આ વાવાઝોડાએ વિનાશ સર્જ્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प