ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, હજુ 4 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જેને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે.
ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને 60-80ની સ્પિડે પવન ફૂંકાયો હતો, ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડા જિલ્લા સહિત ચરોતરના ખેડૂતોના ઉનાળુ બાજરીના પાકને ભારે નુકસાન સાથે ઉનાળાની ઋતુમાં માવઠું થતાં ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આ સાથે સોમવાર સાંજના આવેલ વાવાઝોડા સાથેના ભારે વરસાદના કારણે નડિયાદ શહેર અને નડિયાદ તાલુકા ગ્રામ્ય વિસ્તાર સહિત સમગ્ર ખેડા જિલ્લામાં થયેલા નુકશાન અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી સરકાર રિપોર્ટ કરવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલંકીને પત્ર લખી ભલામણ કરી.