નડિયાદ ખાતે આયોજિત ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓ ઝળક્યા
રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મૅડલ, ટ્રેકસૂટ આપી કરાયું સન્માન
ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, તાજેતરમાં 14 એપ્રિલથી 30 એપ્રિલ દરમ્યાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 6369 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે રાજ્યકક્ષા સ્પર્ધાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓમાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન વય જૂથના 3251 ભાઈઓ અને 3118 બહેનોનો સમાવેશ થાય છે.
ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 30 મીટરથી માંડીને 5000 મીટર દોડ, 80મી હર્ડલ્સ, 100મી હર્ડલ્સ, 110મી હર્ડલ્સ, 400મી હર્ડલ્સ, લાંબી કૂદ, ઊંચી કૂદ, વાંસ કૂદ, લંગડીફાળ કૂદ, ગોળા ફેક, ચક્ર ફેક, ભાલા ફેક, હેમર થ્રો, રીલે, જલદ ચાલ જેવી ઇવેન્ટોનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં આ રમતોમાં વિજેતા ખેલાડીઓને મૅડલ અને ટ્રેકસૂટ એનાયત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ખેલ મહાકુંભ પહેલના કારણે ગુજરાતને સરીતા ગાયકવાડ, મયુર માલવીયા, રુચિત મોરી, ગાવીત મુરલી જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સ 2018માં મહિલા 4x400 મીટર રિલે ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને મુરલી ગાવિતે 2019માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકાર આવા પ્રતિભાશાળી ખેલાડીઓની ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી હતી જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. નવી પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપનાં સાકાર કરવાની વધુ તકો મળશે
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प