सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ખાતે દેશ દેવી આશાપુરા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો

આશાપુરા માતાજીના દર્શનનો લાભ લેવા માટે નામી-અનામી હજારો ભક્તો પધાર્યા

અશોકભાઈ ઝાલા
  • Feb 3 2023 9:30PM

મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામે આશાપુરા યુવક મંડળ દ્વારા  આશાપુરા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. 2015 થી નિર્માણ કાર્ય ચાલુ હતું. મંદિર ભવ્યાતિભવ્ય બને એના માટે આશાપુરા યુવક મંડળના સ્વયં સેવકો  રાત દિવસ એક કરી રહ્યા હતા. સ્વૈચ્છિક ફાળા થી માંડીને સોશ્યલ મીડિયા થકી પણ ફાળો ભેગો કરવામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા થકી અમેરિકાના ન્યુજર્સી સ્થિત સુનીતાબેન દરજી મૂળ વડોદરાના રહેવાસી, તેમણે આશાપુરા મંદિર નિર્માણઅર્થે રૂપિયા 8,11,000નો ફાળો આપેલ છે.

આશાપુરા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ પહેલી ફેબ્રુઆરીથી થયો, જેમાં પૂજા પ્રારંભ, કુટીર હોમ, શોભાયાત્રા તેમજ આરતી દર્શન નો લાભ મળ્યો. બીજી ફેબ્રુઆરીના રોજ યજ્ઞ પૂજા,પ્રારંભ,જલાધિવાસ,
પ્રાસાદ વાસ્તુ,ધૃતાધિવાસ, શાંતિ પૌષ્ટિક હોમ, શૈયાધિવાસ, શાયંપૂજન કાર્યક્રમ યોજાયા.

ત્રીજી ફેબ્રુઆરીના રોજ પૂજા પ્રારંભ, ન્યાસ વિધિ, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, પ્રતિષ્ઠા હોમ, કળશ પ્રતિષ્ઠા, માતાજીની મહાપૂજા, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદી, કાર્યક્રમ યોજાઈ ગયા.

આશાપુરા માતાજીના દર્શને મહેમદાવાદ તાલુકાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ખેડા જિલ્લા પૂર્વ ઉપાધ્યક્ષ દોલતસિંહ  ડાભી, તાલુકાના જિલ્લા ડેલિકેટો, તાલુકા ડેલિકેટો, તાલુકાના ગામડાઓના સરપંચો, સામાજિક આગેવાનો, અન્ય સંગઠનો ના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આશાપુરા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય ભૂદેવ શાસ્ત્રી ભાસ્કરભાઈ પંડ્યા ( જ્યોતિષ વિશારદ )તેમજ જ્યોતિષાચાર્ય હતા. આશાપુરા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આશાપુરા યુવક મંડળ તેમજ  સમસ્ત ઘોડાસર  ગામ પરિવાર જોડાયો હતો.

આશાપુરા યુવક મંડળના પ્રમુખ લક્ષ્મણસિંહ.ડી. ચૌહાણ દ્વારા માતાજીના દર્શન નો લાભ લીધો એ સૌનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને સફળ રીતે પૂર્ણ કરવામાં જેણે પણ પ્રત્યક્ષ યા પરોક્ષ યોગદાન આપ્યું છે એમનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આશાપુરા માતાકી જય.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार