કપડવંજ સેશન્સ કોર્ટે પોકસોના કેસમાં આરોપીને ફટકારી 25 વર્ષની સજા
17 વર્ષ 4 માસની સગીરા ઉપર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો
જાહેરમાં સગીરાને બેટા કહી સંબોધતા શખ્સે ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું હતું
કપડવંજ સેશન્સ કોર્ટે પાંચ વર્ષ અગાઉના પોક્સોના કેસમાં આધેડને દોષિત ઠેરવી 25 વર્ષની સજા ફટકારી છે.આધેડ પત્ની સાથે કઠલાલ પંથકમાં ખેતીકામ કરવા આવતા ત્યાં રહેતો હતો. આ દરમિયાન સગીરાને લલચાવી મોપેડ પર બેસાડી માટેલ ખોડીયાર માતા મંદિર નજીક આવેલા તબેલામાં પાંચ દિવસ રાખી દુષ્કર્મ ગુજાર્યું હતું.આ બનાવ અંગે જે તે સમયે કઠલાલ પોલીસે ફરિયાદ નોંધી હતી. જાહેરમાં આ શખ્સ સગીરાને બેટા કહી સંબોધતો હતો અને શોષણ કર્યુ હતું.
ખેડાના જેસવાપૂરાના દશરથ ઉર્ફે ટીનો લક્ષ્મણભાઇ વાઘેલા (ઉ.48) કઠલાલના ભાનેર ખાતે પત્ની સાથે ખેતીકામ માટે રહેતા હતાં. આ દરમિયાન દશરથ ઉર્ફે ટીનાએ તા.22 ફેબ્રુઆરી 2020ના રોજ કઠલાલના ભાનેરમાં આવેલા બરાનો ચાયડા વિસ્તારમાં 17 વર્ષીય સગીરાને કહ્યું હતું કે ચલ મોપેડ પર બેસી જા આપણે ફરવા જવું છે કહી સગીરાને લલચાવી મોપેડ પર બેસાડી માટેલ ખોડિયાર મંદિર નજીક આવેલા રમેશભાઈના તબેલાએ લઇ ગયા હતા. ત્યારે આધેડે સગીરાને પાંચ દિવસ રાખી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન દશરથ ઉર્ફે ટીનો સગીરાને જાહેરમાં બેટા કહી બોલાવતો હતો જેથી કોઈને શક વહેમ ન પડે. આ બનાવ અંગે જે તે સમયે કઠલાલ પોલીસ પોક્સો એક્ટ અન્વયે ફરિયાદ નોંધી હતી. આ કેસ ગુરૂવારના રોજ કપડવંજ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મિનેષ આર પટેલે કોર્ટ સમક્ષ 22 દસ્તાવેજી પુરાવા અને 13 મૌખિક પુરાવા રજૂ કરી દલીલ કરી હતી. જે દલીલ કોર્ટના જજ કે. એસ. પટેલે માન્ય રાખી દશરથ ઉર્ફે ટીના વાઘેલાને દોષિત ઠેરવી 25 વર્ષની કેદની સજા અને કુલ રૂ. 7,500નો દંડ ફટકાર્યો છે.ત્યારે ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2019 અન્વયે ભોગ બનનારને રૂ 5 લાખ ચૂકવી આપવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને યાદી કરી છે.
કઠલાલ પંથકમાં રહેતી 17 વર્ષીય સગીરા દશરથ ઉર્ફે ટીનાને ફુવા કહીને બોલાવતી હતી.કારણ કે દશરથ ઉર્ફે ટીનો પત્ની સાથે ખેતી કામ કરવા આવ્યો હતો. જેના કારણે સગીરાના પરિચયમાં દશરથ ઉર્ફે ટીનો આવ્યો હતો. જો કે સભ્યસમાજને શરમાવે તેવું કૃત્ય કરવા દશરથ ઉર્ફે ટીનાએ ફરવા જવાનું બહાનું આગળ ધરી સગીરાને મોપેડ બેસાડી લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.
દશરથ ઉર્ફે ટીના વાઘેલાની અટકાયત થયા બાદ તે જામીન પર મુક્ત થયો ન હતો. આથી ગુરૂવારના રોજ આ કેસ કપડવંજ કોર્ટમાં ચાલી જતા દશરથ ઉર્ફે ટીના વાઘેલા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જેલમાંથી હાજર રહ્યા હતા.ત્યારે કોર્ટે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કેસની સુનાવણી કરી સજા ફટકારી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प