सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત

નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

યેશા શાહ
  • Dec 9 2023 6:06PM
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં દેવુસિંહ ચૌહાણના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. ઉપરાંત દેવુસિંહ ચૌહાણએ  વિવિધ યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને સરકારની યોજનાઓનો લાભ લેવા માર્ગદર્શન આપ્યુ હતુ.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત એનીમિયા તથા ટીબી નિદાન, કિસાન ક્રેડિટ કાર્ડ, દીનદયાળયોજના, ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ અને પોષણ યોજનાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધરતી કરે પુકાર નાટક દ્વારા લોકોને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત યોનાકીય લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. અને આવનારા સમયમાં 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાની તમામ ઉપસ્થિત લોકો દ્વારા શપથ લેવામાં આવી હતી.

ઉપરાંત કાર્યક્રમમાં પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષમાન કાર્ડ, આ.સી.ડી.એસ તરફથી સ્વસ્થ બાળ સ્પર્ધા ઇનામ અને કિશોરી પૂર્ણા કીટ, સ્વજલ ધારા યોજનામાં સરપંચને પ્રમાણપત્ર, ખેતીવાડી વિભાગ તરફથી સોઇલ હેલ્થ કાર્ડ સહિતના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે આવનારા 25 વર્ષોમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જન પ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત તમામ નાગરિકોને કર્તવ્યનિષ્ઠ બની દેશના વિકાસમાં પ્રામાણિક પ્રયત્ન કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષોમાં સરકારની જન કલ્યાણકારી નીતિઓ અને યોજનાઓના માધ્યમથી આજે દેશના નાગરિકોમાં વિશ્વાસ ઊભો થયો છે.

આ કાર્યક્રમમાં એ.ડી.જી પી.આઈ.બી નવી દીલ્લી, ડાયરેક્ટરશ્રી પી.આઈ.બી, જિલ્લા વિકાસ અધિકારી, પ્રમુખ, તાલુકા પંચાયત નડીઆદ, નડીઆદ પ્રાંત અધિકારી, સુરાશામળ સરપંચ સહિત અગ્રણીઓ, લાભાર્થીઓ, શાળાના બાળકો અને ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार