सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સૌરાષ્ટ્રના આંકડામાં ભાજપ આગળ - રાજકોટ પૂર્વમાં ઉદય ઉદય કાનગડ, ધારીમાં જે. વી. કાકડિયા અને કાલાવડમાં મેઘજી ચાવડા આગળ, જયેશ રાદડિયાને 16 હજાર મતોથી આગળ

જામનગરમાં રીવાબા આગળ, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ કાંધલ જાડેજા આગળ

સુદર્શન ન્યુઝ ટીમ
  • Dec 8 2022 10:18AM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઈ દરેક લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતી 54 બેઠકો પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાની જસદણ બેઠક ઉપર સૌથી વધુ મતદાન ઘટ્યું છે. આ વખતે 62.48 ટકા મતદાન થયું છે. ગત ચૂંટણીમાં 73.44 ટકા મતદાન હતું આમ 10.96 ટકા મતદાન ઘટ્યું છે. જ્યારે રાજકોટ પશ્ચિમની બેઠકમાં ગત વર્ષે 67.68 ટકા મતદાન હતું. આ વખતે 57.12 ટકા મતદાન છે. આમ 10.56 ટકા મતદાન ઘટ્યું છે. જ્યારે મતદાન વધારે ઘટવામાં ત્રીજા ક્રમે તાલાલા બેઠક આવે છે. આ વખતે 60.23 ટકા મતદાન થયું છે. ગત વખતે 69.53 ટકા હતું. આમ 9.30 ટકા મતદાન ઘટ્યું છે.

બેલેટ પેપરની મત ગણતરીમાં ખંભાળિયા બેઠક પર આપનો મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા પરંતુ બાદમાં પાછળ થઈ ગયા હતા પરંતુ હાલ ફરી આગળ ચાલી રહ્યા છે. દ્વારકામાં પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે. જ્યારે જામનગરમાં રીવાબા પણ ફરી આગળ થયા છે.

જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠકમાં અને ભાવનગરની ગારિયાધાર બેઠકમાં મતદાન વધ્યું છે. ગત ચૂંટણીમાં ગારિયાધાર બેઠકમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન હતું. આમ 48 માંથી માત્ર 4 બેઠકમાં મતદાન વધ્યું છે. જ્યારે 44 બેઠકોમાં મતદાન ઘટ્યું છે. આ વખતે 48 બેઠકોમાં સૌથી ઉંચુ મતદાન વાંકાનેર બેઠકમાં 71.90 ટકા થયું છે. ગત ચૂંટણીમાં ગીર સોમનાથ બેઠક ઉપર સૌથી ઉંચું 75.27 ટકા મતદાન હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ગઢડા બેઠકમાં 51.04 ટકા થયું છે.

ગોંડલના રીબડામાં બે બળિયા વચ્ચેની લડાઇમાં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે આજે મત ગણતરીના દિવસે ફરી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રીબડામાં ગામના તમામ પ્રવેશદ્વાર ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार