सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જનકલ્યાણની સેવા સાથે જિલ્લાના ૧૧ તાલુકાઓમાં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

૫૬ જેટલી વિવિધ સુવિધાઓનો લાભ લઈને સરકારની પારદર્શક વહીવટી કામગીરીના સાક્ષી બનતાં ગ્રામજનો

જતિન જગડ
  • Oct 1 2022 4:47PM

જનજનની સુખાકારી માટે હંમેશા વિચારતી રાજ્ય સરકાર દ્વારા જનતાને સરકારની કાર્યક્ષમ અને પારદર્શક વહીવટી પ્રક્રિયાનો સીધો લાભ મળે તે માટે સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.     જે અંતર્ગત આજરોજ તા. ૧ ઓકટોબરના રાજકોટ જિલ્લાની મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા હેઠળના ગામોમાં પ્રજાલક્ષી વ્યક્તિગત યોજનાઓના લાભ માટે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લામાં જેતપુરના કાગવડ ખાતે અને ધોરાજીના મોટી વાવડી ગામે તથા નગર કક્ષાએ જેતપુરમાં ગુજરાતી વાડી ખાતે અને ધોરાજીમાં શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત ગોંડલમાં ગ્રામ્ય કક્ષાએ મોવીયા પ્રાથમિક શાળા ખાતે અને ગોંડલ શહેરમાં મામાદેવ મંદિર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી ગોંડલ શહેર, નગરપાલિકાના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગોંડલના પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટીએ લોકોને મોટી સંખ્યામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. સાથો સાથ મતદાન અંગેની જાગૃતિ માટે સ્વીપ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સેવાસેતુ કાર્યક્રમ હેઠળ આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આઈ.સી.ડી.એસ વિભાગની યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય યોજના સહિતની આશરે ૫૬ જેટલી વિવિધ સુવિધાઓનો લાભ લઈને ગ્રામજનો સરકારના પારદર્શક વહિવટી કામગીરીના સાક્ષી બન્યા હતા અને મોટી સંખ્યામાં સેવાસેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार