सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતના નેતાઓને લાગ્યો ક્રિકેટ ચસ્કો- રાજ્યકક્ષાના કૃષિ અને ગૃહમંત્રી બંન્ને ક્રિકેટ મેદાન પર ખીલ્યા

સમાજમાં વ્યાપેલા દુષણોને તિલાંજલી આપવા યુવાનો આગળ આવે.-ગૃહ રાજ્યમંત્રી

જગદીશ પટેલ
  • May 21 2022 6:47PM

ઓલપાડના માસમા ગામે HNV ક્રિકેટ ગ્રાઉન્ડ પર હળપતિ યુવા એકતા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે,ત્યારે ગુજરાતમાં ભાજપ શાસનના અંતિમ ચરણમાં ભાજપના ટોચના રાજકારણી નેતાઓને જાણે ક્રિકેટનો ચસ્કો લાગ્યો છે.જો કે આ નેતાઓ રાજકારણના મેદાનમાં પણ એટલા બધા પાવરઘા છે કે, તેઓ ગુજરાતમાં છેલ્લા તીસ વર્ષથી એકહથ્થા શાસનનું બેટિંગ અને બોલિંગ બંન્ને કરી વિરોધપક્ષોને પછાડી ઘરે બેસાડવામાં સફળ રહ્યા છે.આ ચસ્કામાં રાજકારણમાંથી થોડો સમય કાઢી રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ,ધારાસભ્યો હોઈ કે પછી પ્રદેશ ભાજપ સંગઠન પ્રમુખ સી. આર.પાટીલ સહિતના નેતાઓ બાકાત રહ્યા નથી.તેઓ ક્રિકેટ મેદાન ઉપર યુવાનો સાથે મુક્ત મને ક્રિકેટ ખેલી ચોગ્ગા-છગ્ગા ઓ ફટકારવાની ઈચ્છાને રોકી શક્યા નથી.આવો જ એક પ્રસંગ આજે શનિવારે ઓલપાડ તાલુકાના માસમા ગામે ક્રિકેટના મેદાન ઉપર જોવા મળ્યો હતો. આ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત રાજ્ય સરકારના બે રાજ્યક્ક્ષાના યુવા મંત્રીઓ સામ-સામે ક્રિકેટ ખેલતા હોવાનો નજારો જોવા મળતા ક્રિકેટ પ્રેમી રસિયાઓ અને ક્રિકેટર યુવાનોના ઉત્સાહમાં વધારો થયો હતો.


ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત


ઓલપાડ તાલુકા હળપતિ યુવા એકતા કપ-ર૦રર’’ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ શનિવારે તાલુકાના માસમા ગામે HNV ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કરાયો હતો.
રાજ્ય સરકારના રમત-ગમત અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આ ટુર્નામેન્ટનો શુભારંભ કરાતા ઓલપાડ-155 વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાંથી હળપતિ યુવા ક્રિકેટની 100 જેટલી ટીમોએ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે રાજ્યના રમત-ગમત અને ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્દઘાટન કરી બેટિંગ કરી કરતા કૃષિમંત્રી મુકેશ પટેલે બોલિંગ કરી હતી.જેમાં હર્ષ સંઘવીએ જોરદાર બેટિંગ કરી કરી ચોગ્ગો ફટકાર્યો હતો.ત્યાર બાદ કૃષિ મંત્રી મુકેશ પટેલે પણ બેટિંગમાં હાથ અજમાવ્યો હતો.આમ સરકારના બંન્ને મંત્રીઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટના મેદાનમાં એક સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે,હું આજે હળપતિ સમાજના યુવાનો સાથે ક્રિકેટ રમવા આવ્યો છું.જયારે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠને આ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્લેટફોર્મ થકી માત્ર હળપતિ સમાજના યુવાનોની રમત-ગમતની અભિરૂચિ ઉજાગર કરવાનું કામ નથી કર્યું, પણ તેનાથી વિશેષ હળપતિ સમાજના યુવાનોની એકતા,સંપ અને સમાજમાં વ્યાપેલા દુષણોને તિલાંજલી આપવા એકત્ર કરી યુવાનોને દિશા બતાવવાનું ભગીરથ કાર્ય અભિનંદનને પાત્ર છે.તેમણે કૃષિમંત્રી મુકેશભાઈ પટેલને અભિનંદન આપતા કહ્યું કે,વિકાસના કામો ઉપરાંત સમગ્ર રાજ્યની વિધાનસભાઓ પૈકી 155-ઓલપાડ વિધાનસભા મત ક્ષેત્રમાં સૌથી વધુ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ અપાવવામાં તેઓ મોખરે છે.તેમના મત ક્ષેત્રમાં 2400 થી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ,11,000 થી ગંગા સ્વરૂપ વિધવા બહેનોને માસિક પેન્શન,હળપતિ સમાજના સાત સમુહ લગ્નોમાં 500 થી વધુ દીકરા-દિકરીઓના લગ્ન કરાવી દરેક નવદંપત્તિને રૂપિયા એક લાખનું કરિયાવર આપ્યું છે.જયારે તેમના સંચાલન હેઠળના ટ્રસ્ટ દ્વારા નાત-જાત જોયા વિના અનેક યુવાનો- યુવતીઓને શિક્ષણ ક્ષેત્રે આર્થિક મદદ કરી એન્જીનિયર,ડોક્ટર, નર્સ,સી.એ.,શિક્ષક તથા રોજગારી માટે કૌશલ્યયુક્ત યુવાનો તૈયાર કરી દેશ અને રાજ્યને આપ્યા છે.


રાજ્યકક્ષાના કૃષિમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રમત-ગમત પ્રત્યે લોકોમાં અભિરૂચિ કેળવાઈ રહે તે માટે ઓલપાડ તાલુકા ભાજપ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોરોના સમયને બાદ કરી છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યું છે.તેમણે હળપતિ સમાજના યુવાનો સહિત ઉપસ્થિત અન્ય સમાજના લોકોને તાલુકાની વિકાસ યાત્રામાં જોડાવવા સાથ-સહકાર આપવા અપીલ કરી હતી.આ પ્રસંગે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલે સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે,તાલુકા ભાજપ સંગઠન દ્વારા હળપતિ સમાજના યુવાનોની એકતા,સંગઠન અને રમત-ગમત ક્ષેત્રે રહેલ અભિરૂચિને ઉજાગર કરવા અમો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે.આ પ્રસંગે સુ.જિ. ભાજપ પ્રભારી ભરતભાઈ રાઠોડે પણ પ્રસંગોચિત પ્રવચન કરી તેમની સમાજના યુવાનોને વ્યસનથી દુર રહી સમાજનું નામ રોશન કરવા આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે સુ.જિ.ભાજપ સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ,મહામંત્રી યોગેશ પટેલ,મંત્રી ભક્તિબેન પટેલ,ઓલપાડ તા.પં.પ્રમુખ અમિત પટેલ, ભાજપ કાર્યકરો સહિત ક્રિકેટ રસિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार