सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જામનગર પાંજરાપોળ દ્વારા બાગાયત માટે જૈવિક પ્રવાહી ખાતર વિતરણનો પ્રારંભ

શહેરના જાયન્ટસ ગ્રુપ દ્વારા પ્રકલ્પ : ઘરમાં રખાતા ફુલ – છોડ તથા બાગાયત ખેતી માટે રસાયણિક કિટનાશકોના બદલે ગૌમૂત્ર ગોબરનું આ પ્રવાહી અસરકારક અને વાતાવરણ શુધ્ધ રાખનારૂં છે

રાજેશ હિન્દુજા
  • May 24 2022 7:58PM
જામનગર પાંજરાપોળ દ્વારા ગૌમૂત્ર અને ગોબરમાંથી બનાવાતા જૈવિક પ્રવાહી ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર ( સુપર ) ના ઉપક્રમે આ જૈવિક ખાતરના વિતરણનો સમારોહ પાંજરાપોળ ખાતે યોજાયો હતો. શહેરના ઉદ્યોગપતિ બી.કે. સાબુ દ્વારા ફળઝાડ માટે પ્રાકૃતિક ઉછેર થાય તે માટે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (સુપર) ના પ્રકલ્પ તરીકે શહેરના લીમડા લાઇન વિસ્તારમાં આવેલી પાંજરાપોળ ખાતે ગૌમુત્ર ગોબર અને પાણીના મિશ્રણથી ઘરગથ્થુ તેમજ બાગાયત ખેતી માટે જંતુનાશકનું કામ કરતા જૈવીક પ્રવાહી ખાતરને તૈયાર કરી જાહેર હિતાર્થે તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું આ જૈવિક ખાતર તૈયાર કરવાની સેવા આપનારા બી. કે. સાબુના જણાવ્યા મુજબ આ જૈવિક ખાતરના ઉપયોગ ફાયદાકારક તો છે જ સાથે પર્યાવરણ મિત્ર જેવા છે. રાસાયણિક જંતુનાશકના બદલે આ જૈવિક ખાતરનો ઉપયોગ આર્થિક રીતે પણ ફાયદો આપે છે. જામનગર પાંજરાપોળ ખાતે આ જૈવિક પ્રવાહી ખાતરના વિતરણનો શુભારંભ પાંજરાપોળના પ્રમુખ નીરૂભાઇ બારદાનવાલા ના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાંજરાપોળના ખજાનચી મનસુખભાઇ પટેલ, મંત્રી વિજયભાઇ પાલા , સહમંત્રી પ્રોરાભાઇ પટેલ, પશુ ચિકિત્સક ડો . દિલીપભાઇ ધમસાણીયા , સદસ્ય ગિરિશભાઇ ગણાત્રા જાયન્ટસ ગ્રપુ ઓફ જામનગર ( સુપર ) ના પ્રમુખ દિપકભાઇ ઝવેરી , ડી.એ. ઉપેનભાઇ વ્યાસ , ડી.એફ. જિતેન્દ્રભાઇ જોપી , યુ.ડી. દુષ્યંતભાઇ પંડયા , ફેડરેશન ૩ – બીના પ્રમુખ જયદેવભાઇ ભટ્ટ , ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ ત્રિવેદી , દિલીપભાઇ નિર્મલ , પૂર્વ પ્રમુખ પ્રફુલ્લભાઇ મણીયાર , પી.આર , ઓ . જયેશભાઇ પુરોહિત , ભાષાબેન તેમજ કમલેશભાઇ વ્યાસ , ઉદ્યોગપતિ પ્રોજેકટ ડાયરેકટર બી. કે. સાબુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार