માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો થયો પ્રારંભ
સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે આગામી રવિવારે મોરારિબાપુની સંનિધિમાં માંગલ શક્તિ સન્માન સમારોહ
ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો પ્રારંભ થયો છે. અહીંયા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે આગામી રવિવારે મોરારિબાપુની સંનિધિમાં માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાનાર છે.
બુધવાર તા.૭થી રવિવાર તા.૧૧ દરમિયાન માંગલમાં તીર્થધામ ભગુડામાં ૨૯મો પાટોત્સવ યોજાયો છે. અહીંયા રામદેવપીર મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા, માંગલમાં અને ખોડિયારમાં મૂર્તિ અનાવરણ નિમિત્તે પંચ દિવસીય ૫૧ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાયેલ છે.
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ માંગલમાં તીર્થધામમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાનાર છે.
ભગુડામાં રવિવારે મોરારિબાપુની સંનિધિમાં માંગલ શક્તિ સન્માન ૨૦૨૫ ભાવવંદના સમારોહ યોજાનાર છે. આ સાથે વિશેષ સન્માન રાખવામાં આવેલ છે.
સંતો, મહંતો સાથે સામાજિક, રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સાથે યોજાનાર આ પાટોત્સવ અને સન્માન સમારોહ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર અને પ્રેરક શુભેચ્છક માયાભાઈ આહિર સાથે કાર્યકર્તા સ્વયંસેવકો આયોજનમાં રહ્યાં છે. સન્માન સમારોહ પ્રસંગે માર્ગદર્શન અને સંચાલનમાં મહેશભાઈ ગઢવી રહેનાર છે.
યજ્ઞમાં આચાર્ય પદે મયુરભાઈ જોષી સાથે ભૂમેશભાઈ જોષી રહ્યાં છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प