सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણમાં ભક્તિની ગંગા વહેતી થઈ: અતુલભાઈ પુરોહિતના સુરીલા કંઠે સુંદરકાંડ મહાપાઠનું ભવ્ય આયોજન

પાટણ શહેરે ભક્તિની અનોખી અનુભૂતિ કરી ત્યારે શહેરના ગૌરવ સમાન કાર્યક્રમ – "સુંદરકાંડ મહાપાઠ"નું ભવ્ય આયોજન ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ અને જિલીયાંણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.

સુદર્શન ટીમ
  • May 5 2025 6:56PM
પાટણ શહેરે ભક્તિની અનોખી અનુભૂતિ કરી ત્યારે શહેરના ગૌરવ સમાન કાર્યક્રમ – "સુંદરકાંડ મહાપાઠ"નું ભવ્ય આયોજન ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ અને જિલીયાંણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતભરના ભક્તહૃદયોને જીતી લેનારા અને યુનાઇટેડ વે બરોડાના સુપ્રસિદ્ધ કીર્તનકાર અતુલભાઈ પુરોહિતના સુરીલા કંઠે  સુંદરકાંડ પાઠ થતા સમગ્ર પાટણ નગર ભક્તિમય બની ગયું હતું.

અણગમતી ગરમી વચ્ચે પણ પાટણ શહેરના હજારો લોકો – નાના થી મોટા, યુવાનો થી વૃદ્ધો – આ મહાપાઠમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાનું અજોડ દ્રશ્ય જોવા મળ્યું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ પાટણના કાર્યકર્તાઓ છેલ્લા એક મહિનાથી સતત ઝમપેલી મહેનત કરી રહ્યા હતા. ઘરો ઘરો પહોંચી જનતાને આમંત્રિત કરી, સૌને ભક્તિમાં જોડાવાનું અનુરોધ કરી, કાર્યકર્તાઓએ સમગ્ર પાટણને એક મંચ પર લાવવાનો સુંદર પ્રયાસ કર્યો. તેમનો આ પ્રયાસ સફળ રહ્યો અને હજારો ભક્તોનો ઉમટેલો સાગર શ્રદ્ધા સાથે આપમેળે ઉમટી પડ્યો.

કાર્યક્રમનું આયોજન ભાર્ગવભાઈ ચોક્સી (પ્રમુખ), કિશોરભાઈ મહેશ્વરી (સંયોજક), જયેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ત્રિવેદી સહિત સમગ્ર ભારતીય વિકાસ પરિષદની ટીમના મેમ્બર્સે ખૂબ જ શ્રમપૂર્વક અને મનોયોગથી કર્યું હતું. તેમણે માતૃભૂમિ, સંસ્કૃતિ અને સંસ્કારને કેન્દ્રમાં રાખીને સમુદાય માટે ભક્તિ દ્વારા એકતાનો સંદેશ આપ્યો.

આ વિશાળ ભક્તિ પ્રસંગમાં ન માત્ર ભક્તિગીતોનો રસઘોળ અનુભવ થયો, પરંતુ સમાજમાં સંસ્કાર અને સદભાવના વધારવાનો એક સશક્ત સંદેશ પણ પ્રસિદ્ધ થયો. અતુલભાઈ પુરોહિતની ઉપસ્થિતિએ પાટણની ધરતીને પાવન બનાવી દીધી હતી. ભવિષ્યમાં પણ આવા ભક્તિપ્રેરક કાર્યક્રમો પાટણના સાંસ્કૃતિક જીવનમાં નવી ઊર્જા ભરે એવી લોકઅભિલાષા વ્યક્ત થઈ રહી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार