सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડોદરાના ઉદ્યોગજગતની મિશ્ર પ્રતિક્રિયા:FGIના પ્રમુખે બજેટને ઉદ્યોગો માટે નિરાશાજનક ગણાવ્યું

VCCIના વાઇસ ચેરમેને કહ્યું: 'આ બજેટ MSME ઉદ્યોગમાં પ્રાણ ફૂકાશે

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 1 2023 5:08PM
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને વડોદરાના ઉદ્યોગ જગતે મિશ્ર પ્રત્યાઘાત આપ્યા હતા. એફજીઆઇના ચેરમેને બજેટને નિરાશાજનક જણાવ્યું હતું. જ્યારે વીસીસીઆઈના હોદ્દેદારોએ બજેટને આવકાર્યું હતું. તો બીજી બાજુ સહકારી આગેવાનોએ પણ બજેટને આવકાર આપ્યો હતો. ત્યારે વિપક્ષે બજેટને ઘેરમાર્ગે દોરનારુ ગણાવ્યું હતું.ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અભિષેક ગંગવાલે જણાવ્યું હતું કે, ટેક્સમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, જે સારી બાબત છે. પરંતુ, મોટા ઉદ્યોગોને આમાં કંઈ આપવામાં આવ્યું નથી. ઉદ્યોગો માટે આ બજેટ નિરાશાજનક છે. પગારદાર માટે આ બજેટ સારું છે. આ બજેટ MSME માટે લાભકારક નથી. આ બજેટ આવનાર ચૂંટણીલક્ષી જણાઈ રહ્યું છે.

VCCIના વાઇસ ચેરમેન હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ બજેટ દેશ માટે એક વિઝન આધારિત બજેટ છે. આવનાર સમયમાં આ બજેટથી ઉદ્યોગોને મોટો ફાયદો થશે. તેની સાથો સાથ રોજગારીમાં પણ વધારો થશે. આ બજેટથી બેરોજગારીમાં પણ ઘટાડો થશે MSME ઉદ્યોગો માટે લોન સહિતના જે સુધારાઓ કરવામાં આવ્યા છે, તેના કારણે MSME ઉદ્યોગમાં પ્રાણ ફૂકાશે. આ બજેટ દેશ માટે વિકાસલક્ષી પુરવાર થશે.VCCIના એનર્જી સેન્ટરના ચેરમેન વિનોદ નાયકે જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનનું સપ્તર્ષિ બજેટ મીઠું મધ જેવું છે. આ બજેટમાં શિક્ષણ, ઉદ્યોગ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા હોવાથી દેશને વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે પુરવાર થશે. આ બજેટના કારણે મોંઘવારી પણ નિયંત્રણમાં આવશે. તે સાથે બેરોજગારીનો દર ઘટશે. આ બજેટથી રોજગારીની તકો ઉભી થશે.VCCIના ઓનરરી જોઈન્ટ સેક્રેટરી અંકુર પટેલે જણાવ્યું હતું કે, આ બજેટ MSME ઉદ્યોગ માટે પ્રાણ ફૂંકનારું પુરવાર થશે. કોરોનાકાળ દરમિયાન MSME ઉદ્યોગને જે નુકસાન થયું હતું તે નુકસાન ભરપાઈ થવાની આશા છે. MSME ઉદ્યોગ માટે લોન માટે પણ છે સૂચન કરવામાં આવ્યા છે તેનાથી કાર્યરત ઉદ્યોગો અને નવા ઉદ્યોગો તેમજ સ્થપાનાર નવા ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. આ બજેટમાં શક્ય તેટલી રોજગારીની તકો ઉભી કરવાનો પ્રયાસ કરવાનો છે. ત્યારે આ બજેટ તમામ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને દેશના વિકાસને આગળ ધપાવવાનું છે.

વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે સૌથી મોટી બરોડા ડેરીના ઇન્ચાર્જ ચેરમેન અને સહકારી આગેવાન ગણપતસિંહ સોલંકી (જી. બી. સોલંકી) એ જણાવ્યું હતું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલ સામાન્ય બજેટ તમામ ક્ષેત્રોને આવરી લેતું બજેટ છે. અને વિકાસલક્ષી બજેટ છે. કૃષિક્ષેત્ર ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે. તેના કારણે પશુપાલનના વ્યવસાયને પણ લાભદાયી પુરવાર થશે. ઉદ્યોગોની હરણફાળ વચ્ચે કૃષિક્ષેત્રને પણ ડેવલોપ કરવા માટે જે પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેનાથી આવનારા સમયમાં ડેરી ઉદ્યોગને મોટો ફાયદો થશે. સહકારી ક્ષેત્રમાં ડેરી ઉદ્યોગ સામાન્ય પરિવારને પણ રોજગારી પૂરો પાડતો ઉદ્યોગ હોવાથી આવનાર સમયમાં પુનઃ એક વાર લોકો પશુપાલન વ્યવસાય તરફ આગળ આવશે એવું મારું માનવું છે. પરિણામે ડેરી ઉદ્યોગનો વિકાસ પણ વધશે.વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે રજૂ કરવામાં આવેલ બજેટ પ્રજાને ઘેર માર્ગે દોરનારુ બજેટ છે. દેશમાં બેરોજગારીનો પ્રશ્ન હલ થાય તેવું બજેટમાં કશું આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત મોંઘવારીમાં પણ કોઈ ઘટાડો થાય તેવું કોઈ જણાતું નથી. આ બજેટના કારણે આવનારા સમયમાં બેરોજગારી અને મોંઘવારી માઝા મુકશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार