सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નાણાંમંત્રીએ કહ્યું-આ અમૃતકાળનું પહેલું બજેટ, ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું

નિર્મલા સીતારમણ સવારે 9:30 વાગ્યે દિલ્હીમાં રાષ્ટ્રપતિને મળ્યા હતા અને બજેટની મંજૂરી લીધી હતી

સુદર્શન ન્યૂઝ ટીમ
  • Feb 1 2023 11:41AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, આ અમૃતકાળનું પહેલું બજેટ છે. કોવિડમાં 2 લાખ કરોડનું મફત અનાજ આપ્યું હજી આપવાનું ચાલુ છે. ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે.બજેટથી સૌથી વધુ અપેક્ષા દેશનાં 43 કરોડથી વધુ મધ્યમ વર્ગને છે. કારણ કે આ વર્ષે 9 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને બજેટ પ્રથમ ચૂંટણીના મતદાનના માજ્ઞ 15 દિવસ પહેલાં જ રજુ કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષે 2024માં સામાન્ય ચૂંટણી છે. માવનામાં આવી રહ્યું છે કે ઈન્કમટેક્સ, રોજગાર અને મોંઘવારી પર મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.શું- શું આપેક્ષાઓ પુરી થઈ શકે છે.

1. ઈન્કમટેક્સ-ટેક્સમાં મુક્તિની મર્યાદા વધારવાની સૌથી વધુ અપેક્ષા છે. દેશમાં 8 કરોડથી વધુ કરદાતાઓ છે. 2014માં આ મુક્તિની મર્યાદા વધારીને અઢી લાખ કરવામાં આવી હતી. તે પછી કોઈ ફેરફાર થયો ન હતો. હવે આ મર્યાદા વધારીને 5 લાખ કરવામાં આવી શકે છે.
2. મોંઘવારી-એલપીજી સિલિન્ડરની કિંમત 1100 રૂપિયા થઈ ગઈ છે. પતિ-પત્ની અને બે બાળકોના પરિવારમાં એક વર્ષમાં લગભગ 11 સિલિન્ડરનો ઉપયોગ થાય છે. એટલે કે એક વર્ષમાં 11 હજારો રૂપિયાનો ખર્ચ રાંધણગેસ પાછળ થાય છે. દર મહિને સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. વિશ્લેષકો તેમના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છે.
3. રોજગાર અને શિક્ષણ- લોનકોવિડ બાદ સરકાર સતત વધતી જતી બેરોજગારીનો સામનો કરવા માટે મોટા નિર્ણયો લઈ શકે છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે જાહેરાત કરી શકાય છે
4. મોબાઈલ-હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક વસ્તુઓમોબાઈલ ફોન પર GST 18% થી ઘટાડીને 12% કરવામાં આવી શકે છે. તેનાથી મોબાઈલ ફોન સસ્તા થશે. હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી શકે છે.
5. હેલ્થ સેક્ટર-ગયા બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ને 86,200 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા હતા. આ બજેટ ગયા વર્ષની સરખામણીએ 16.5% વધું છે. એક્સપર્ટનું કહેવું છે કે કોરોના બાદથી સ્થિતિને જોતા વીમા, વેક્સિન, ટેક્નોલોજી અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવા સેક્ટરોમાં બુસ્ટ માટે 2022ની સરખામણીએ બજેટમાં 20-30%નો વધારો કરવામાં આવી શકે છે.

•યશવંત સિન્હાએ IT સેક્ટરને બૂસ્ટ આપ્યું-1950 સુધી તે રાષ્ટ્રપતિ ભવનમાં છપાતું હતું. આ વર્ષે બજેટનો થોડો ભાગ લીક થયો અને પ્રિન્ટિંગની જગ્યા બદલીને મિટોં રોડ કરી દેવામાં આવી. ત્યારે નાણાકીય મંત્રી જોન મથાઈ હતાં. 1980 પછી નોર્થ બ્લોકના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવા લાગ્યું.1973-74માં યશવંત રાવ ચહ્વાણે બજેટ જાહેર કર્યું. જેને કાળા બજેટનું નામ મળ્યું, કેમ કે તે સૌથી વધારે 550 કરોડના ઘાટાવાળું બજેટ હતું. 2002-2001માં યશવંત સિન્હાના બજેટને સદીનું બજેટ કહેવામાં આવ્યું. જેણે દેશમાં IT સેક્ટરની તસવીર બદલી. IT સેક્ટરને ખૂબ જ છૂટ મળી ગઈ.કમ્યુટર, સીડી જેવી અનેક વસ્તુઓ ઉપર કસ્ટમ ડ્યૂટી ઘટાડવા માટે IT માર્કેટને ખૂબ જ સપોર્ટ મળ્યો.સૌથી વધારે વખત બજેટ જાહેર કરનાર નાણામંત્રી મોરારજી દેસાઈ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार