सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાટણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, આતંકવાદીઓનું પૂતળા દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા દુખદ આતંકવાદી હુમલામાં નિર્દોષ હિન્દુ યાત્રાળુઓના ધર્મના આધાર પર નરાધમ આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હુમલાના વિરોધમાં આજે પાટણ શહેરમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો.

સુદર્શન ટીમ
  • May 2 2025 3:09PM
ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે પાટણના બગવાડા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો, વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત હુમલામાં શહીદ થયેલા યાત્રાળુઓ માટે બે મિનિટની મૌન શ્રદ્ધાંજલિથી કરવામાં આવી. ત્યારબાદ સભામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો દ્વારા આતંકવાદીઓ અને તેમને આશરો આપનાર પાકિસ્તાનની સરકારનો તીખો વિરોધ નોંધાવ્યો.

આ પ્રસંગે આતંકવાદીઓનું પ્રતીક રૂપ પૂતળું બનાવીને જાહેરમાં દહન કરવામાં આવ્યું. "પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ, ભારત માતા કી જય", અને "અમે બધાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ જેવા રાષ્ટ્રવાદી અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચારોથી બગવાડા ચોક ગૂંજતું બન્યું.

વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ જણાવ્યું હતું કે, આ હુમલો માત્ર યાત્રાળુઓ પર નહોતો, પણ આખા હિન્દુ ધર્મ અને ભારતની એકતાને ટકરાવવાનો એક કાવતરાપૂર્વકનો પ્રયાસ હતો. તેમનો વધુમાં ઉમેરો હતો કે, હવે આતંકવાદી તત્વો સામે કડક અને કાયમી પગલાં લેવા ભારત સરકારે વિલંબ કર્યા વિના એક્શન લેવામાં આવવો જોઈએ.

ભાજપના સ્થાનિક નેતાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે, ભારતની જનતા આજે એકજ મત સાથે કેન્દ્ર સરકારના પગલાં પાછળ ઉભી છે. આજે દેશ એક છે અને આતંકવાદનો અંત લાવવા માટે તૈયાર છે, એવું તેમણે ભારપૂર્વક જણાવ્યું.

આ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ અને વડીલો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શહીદ યાત્રાળુઓ માટે મોમબત્તી જલાવી શ્રદ્ધાંજલિ આપી.

આમ, પાટણમાં આ કાર્યક્રમમાં  આતંકવાદ વિરુદ્ધ જન ભાવના વ્યક્ત થઈ, પણ રાષ્ટ્રવાદી જાગૃતિની પણ ઝાંખી જોવા મળી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार