सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી લઇ વેબસાઇટ ઉપર અપલોડ કરી શકશે

હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી https://harghartiranga.com વેબસાઈટ પર અપલોડ કરી ઉજવણીમાં સહભાગી થઈ શકશે

હાર્દિક શાહ
  • Aug 13 2022 6:39PM
કેન્દ્ર સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત આજે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ દરમ્યાન “હર ઘર તિરંગા' કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત રાજ્યના તમામ ઘર, દુકાન, ઉદ્યોગ-વેપાર ગૃહ, સરકારી અને ખાનગી કચેરી સહિતના તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવનાર છે.

દેશના નાગરિકો “હર ઘર તિરંગા' કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશની જુદી-જુદી ૧૨ ભાષા સાથે હર ઘર તિરંગા નામની વેબસાઈટ તૈયાર કરાઇ છે. તેમાં નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી શકશે. આ વેબસાઈટ પર સેલ્ફી અપલોડ કરવા માટે સૌ પ્રથમ ઈન્ટરનેટ બ્રાઉઝર પર https://harghartiranga.com લખવાથી વેબસાઈટ ઓપન થશે. ત્યારબાદ તેમાં આપવામાં આવેલ કોલમમાં પોતાનું નામ અને લોકેશન ઉમેરતા તેમના નામનું પ્રમાણપત્ર જનરેટ થશે. ત્યારબાદ અપલોડ સેલ્ફી વીથ ફ્લેગ પર ક્લીક કરવાથી પોતાનું નામ અને તિરંગા સાથે ક્લીક કરેલ સેલ્ફી અપલોડ કરી શકાશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વેબસાઈટ પર પોતાના નામ સાથેનો ફોટો અપલોડ થયેલો જોઈ શકાશે.

આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના તમામ નાગરિકો આ વેબસાઈટની મુલાકાત લઈ દેશની આન, બાન અને શાન સમા તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા તાપી જિલ્લા વહીવટી તંત્ર ખાસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार