सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરત જિલ્લા પ્રમુખ સંદિપ દેસાઈના વિરોધમાં સોશિયલ મીડિયામાં ફરી રહેલ ફોટાઓ અને વિવાદીત માહિતીથી સરકારમાં હડકંભ

રંગરેલિયા મનાવવાના શોખિન સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈએ ગદ્દારી કરવામાં પાછું વાળીને જોયું નથીસૌથી પહેલા નરોત્તમ પટેલ (નરોત્તમ કાકા) સાથે ગદ્દારી કરી ત્યાર પછી રમણ પટેલ (રમણ જાની) સહિત અનેક સાથે ગદ્દારી કરી ચૂક્યા બાદ હવે નરેશ પટેલ સાથે ગદ્દારી કરવાની ફિરાકમાં50થી વધુ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ આગેવાનની સોશિયલ મીડિયા પરથી મળેલ માહિતી મુજબ સંદીપ દેસાઈ, મુકેશ પટેલ, નરેશ પટેલના કરતૂતોની વિગતો જારી કરી

Gabhru Bharvad
  • Aug 28 2022 5:27PM
હાલના તબક્કામાં સુરત જિલ્લા પ્રમુખ સંદિપ દેસાઈના વિરોધમાં સોશિયલ મીડિયામાં ભાજપના જ નેતાઓ ફોટા અને એક ચાર પાનાની વિવાદીત માહિતી વાયરલ થયેલ છે. જે હકિકત છે કે પછી માત્ર ખોટા આક્ષેપો એ તો ઉચ્ચઅધિકારીઓના તપાસ બાદ જ બહાર આવશે. પૂર્વ કોર્પોરેટર મહિલા સાથે એકાંતમાં સ્વિમિંગપુલમાં સ્નાન કરી રહેલા સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઇની તસવીર વાયરલ થઈ તેના પડઘા હજુ શમ્યા નથી ત્યાં સંદીપ દેસાઈના કારનામા વિશે એક વરિષ્ઠ આગેવાને પોતાનું નામ જાહેર ન કરવાની શરતે સ્ફોટક માહિતી આપી છે. જેમાં સંદીપ દેસાઈએ ગદ્દારી કરવામાં પાછું વાળીને જોયું ન હોવાનું ફલિત થાય છે. છેલ્લાં 50થી વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા એખ વરિષ્ઠ આગેવાને પોતાની વેદના ઠાલવતાં કહ્યું કે સંદીપ દેસાઇએ સૌથી પહેલા નરોત્તમ પટેલ (નરોત્તમ કાકા) સાથે ગદ્દારી કરી. ત્યાર બાદ સુત ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન બનવા માટે સુરેશ જગુ પટેલ સાથે ગદ્દારી કરી. આટલું અધૂરું હોય તેમ જેમણે આગંળી પકડી મોટો કર્યો તેવા પિતાતુલ્ય રમણ પટેલ (રમણ જાની) સાથે ગદ્દારી કરીને તો સંદીપ દેસાઇએ કરી નાખી. સત્તા મેળવવા માટે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવા માટે સંદીપ દેસાઇ કોઇ પણ હદ સુધી જઈ શકે તેના આ બોલતા પુરાવા છે તેમ આ વરિષ્ઠ આગેવાને જણાવ્યું હતું. આ આગેવાને એવી પણ વાત કરી હતી કે સંદીપ દેસાઇના નિશાન પર હવે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ છે. હવે તેની સાથે ગદ્દારી કરી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સુધી તે પહોંચી જાય તો ના નહીં. આ વરિષ્ઠ આગેવાને સંદીપ દેસાઇ ઉપરાંત મુકેશ પટેલ તેમજ નરેશ પટેલની ગદ્દારીની કહાની પણ જણાવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार