सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કચ્છ જિલ્લાના ભુજમા બે શહેરી આરોગ્ય કેન્દ્રના નવા મકાન ‌રૂ.1.90 કરોડના ખર્ચે બનશે

સરકાર દ્વારા આરોગ્ય માળખાને સુધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

ઉત્કલ ઠાકોર
  • Aug 6 2022 2:31PM
સરકાર દ્વારા આરોગ્ય માળખાને સુધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભુજ શહેરની આરોગ્ય સુવિધામાં વધારો કરવા માટે બે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે.રૂ.1.90 કરોડના ખર્ચે આ કામ કરાઈ રહ્યું છે.આગામી 9 માસમાં ભુજને 2 નવા યુએચસીની ભેટ મળશે. હાલમાં ભુજ શહેરમાં ત્રણ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે જે પૈકી છઠ્ઠીબારી કેન્દ્રનું મકાન જ માલિકીનું છે જે તાજેતરમાં નિર્માણ પામ્યું હતું.

આ સિવાય વ્યાયામશાળા સરકારી કેન્દ્ર નગરપાલિકા મકાનમાં ચાલે છે તેમજ રાજેન્દ્રનગરમાં આવેલું સરકારી દવાખાનું પણ ભાડાના મકાનમાં કાર્યરત છે. છેલ્લા લાંબા સમયથી આ બંને યુએસસીને કાયમી મકાન મળે એ દિશામાં રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવતા હતા જેને અંતે સફળતા મળી છે. હવે વ્યાયામ શાળા અને રાજેન્દ્રનગર યુએચસીના નવા મકાન નિર્માણ પામી રહ્યા છે.આ માટે સરકાર દ્વારા 1.90 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.આગામી 9 મહિનામાં બંને સરકારી દવાખાનાનું કામ પૂર્ણ કરવાનું પણ આયોજન હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં વોર્ડ નંબર ચારમાં રાજેન્દ્રનગર ખાતે સરકારી દવાખાનું આવેલું છે.જે હવે કેમ્પએરિયામાં જૂની મેન્ટલ હોસ્પિટલની સામે બની રહ્યું છે.મેન્ટલ હોસ્પિટલની સામે સરકારી જમીન આવેલી છે.અગાઉ અહીં લોકો કચરો ફેંકતા હોઈ જે તે સમયે પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી દ્વારા સફાઈ કરાવીને સરકારી જમીન પર ફેન્સીંગ કરવામાં આવ્યું હતું તે સમયે અહીં આંગણવાડીના મકાન બનાવવાની વાત હતી.જો કે હવે અહીં સરકારી દવાખાનુ બનાવવામાં આવશે.આ માટે કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

જેના કારણે કેમ્પ એરીયા,જેષ્ટાનગર,રામ નગરી,રામકૃષ્ણ કોલોની સહિતના વિસ્તારના લોકોને સ્થાનિકે જ સુવિધા મળવા પામશે.દરમ્યાન વ્યાયામશાળા ખાતે આવેલ સરકારી દવાખાનાનું નવું બિલ્ડીંગ કોડકી રોડ ખાતે તૈયાર થઈ રહ્યું છે અહીં બીએસએફ કેમ્પની સામે સરકારી જમીન પર બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે.નવીનીકરણ સાથે બંને સરકારી દવાખાનાનું સ્થળાંતર પણ થશે. ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.ડી.કે.ગાલાએ બે કેન્દ્રના નવા બિલ્ડીંગ તૈયાર થવાથી દર્દીઓને વધુ શ્રેષ્ઠ સુવિધા આપી શકાશે તેવો મત વ્યક્ત કરી નવા સંકુલમાં કેમ્પ સહિતના આયોજનો કરી શકાશે તેવું ઉમેર્યું હતું.

દર્દીને દાખલ કરવાના વોર્ડ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે : કામની અવધી નવ મહિના
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કાર્યપાલક ઈજનેર અરવિંદસીંહ જાડેજાએ જણાવ્યું કે,સરકાર દ્વારા બંને યુએચસીના નવા બિલ્ડીંગ માટે 95-95 લાખ મંજુર કરવામાં આવ્યા છે અને જૂની મેન્ટલ હોસ્પિટલની સામે તેમજ કોડકી રોડ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.આગામી 9 માસમાં કામ પૂર્ણ કરવાની અવધિ અપાઈ છે.ખાસ તો અહીં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઓપીડી,4 દર્દીને દાખલ કરી શકાય તેવો વોર્ડ, પાર્કિગ સહિતની વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.24×7 આ સેન્ટર ખુલ્લું રહેશે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार