सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમરાઈવાડીમાં દારૂનું સંતાડવા માટે એક ચોંકાવનારી પદ્ધતિ શોધી

બૂટલેગરે બેડની અંદર સ્ટોરેજની જગ્યામાં સીધું જ ભોયરું બનાવી તેની નીચે ઉતરવા સીડી રાખી

Utkol Thakor
  • Sep 30 2022 5:54PM
અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં દારૂ અને જુગાર ધમધમી રહ્યા છે, તેમાં સ્થાનિક પોલીસ કે અન્ય એજન્સીઓ કોઈ કામ કરી નથી રહી અને તેના કારણે ગાંધીનગરની સ્ટેટ્સ મોનિટરિંગ સેલ અમદાવાદના અલગ અલગ જગ્યામાંથી મોટી સંખ્યામાં દારૂ અને જુગારના અડ્ડા ઉપર રેડ કરી છે. તેમ છતાં ફરી વખત શહેરમાં દારૂ જુગારના અડ્ડા બની રહ્યા છે.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક બૂટલેગર એક નવો કિમીયો અજમાવ્યો હતો. જેમાં અમરાઈવાડીમાં સર્વોદય નગર હાઉસિંગ બોર્ડમાં એક મકાનમાં દારૂ સંતાયો હોવાની બાદમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જ્યાં પોલીસ ગઈ તો કશું મળ્યું નહીં. વધુ સામાન્ય જગ્યાની જેમ જ હતું, એ દરમિયાન બેડરૂમમાં એક બેડ હતો, જેના પર સામાન્ય બેડની જેમ જ ગાદલા પાથરેલું હતું. કોઈને પણ શંકા ન જાય તે પ્રમાણે બેડ ગોઠવેલા હતો. થોડીવાર બાદ પોલીસને શંકા ગઈ તો ગાદલું ઊંચું કર્યું અને બેડના સ્ટોરેજ ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને પછી જે સામે આવ્યું તે ખૂબ જ ચોંકાવનારું હતું.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે, તેમાં પણ બૂટલેગર દારૂ સંતાડવા અને ડિલિવરી કરવા માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે, તેમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમરાઈવાડીમાં દારૂનું સંતાડવા માટે એક ચોંકાવનારી પદ્ધતિ શોધી નાખી છે, જેમાં બૂટલેગરે બેડની અંદર સ્ટોરેજની જગ્યામાં સીધું જ ભોયરું બનાવી દીધું હતું. જે બેડ નીચે જમીનથી પાંચ ફૂટ નીચે ખૂલે છે, જે દારૂ સંતાડવા માટે ઉપયોગમાં આવે છે. કોઈને પણ શંકા ના આવે કે, આ બેડની નીચે 100-200 પેટી દારૂ છુપાવી રાખવાની વ્યવસ્થા હશે. હાલ સત્ય ગેંગના દારૂના આ રેકેટ પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે.

ડબલ બેડના એક તરફના પાર્ટેશનને ખોલતા સીધી નીચે સાતથી આઠ ફૂટ સીડી હતી અને ત્યાં રીતસરનો દારૂના સ્ટોરેજ માટેનો રૂમ બનાવેલો હતો. જ્યાં આગળ આ બૂટલેગરે ઘરે દારૂ સંતાડી રાખ્યો હતો. પોલીસે જગ્યાએથી દારૂની બોટલ પણ કબજે કરી છે, જેમાં એક આરોપીની ધરપકડ કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार