सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વ્યારા નગર સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો.

મહિલાઓએ જીવનમાં ક્યારેય નાસીપાસ થવુ નહી, મહિલાઓએ દરેક પરીસ્થિતિમાં લડવું જોઇએ- ઇંચા જિલ્લા વિકાસ અધિકારી ખ્યાતી પટેલ

યેશા શાહ
  • Aug 3 2024 7:53PM

 સમગ્ર ગુજરાત રાજયમાં ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તાપી તાપી જિલ્લામાં ઉત્સવના ત્રીજા દિવસે તાપી જિલ્લાની મહિલાઓ-દિકરીઓ આત્મનિર્ભર બને તે માટે વ્યારા નગર સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો. 

આ પ્રસંગે ઇંચા જિલ્લા વિકાસ અધિકારી અને ડીઆરડીએ ડાઇરેક્ટર ખ્યાતી પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા ઉપસ્થિત સૌ બહેનોને જણાવ્યું હતુ કે મહિલાઓએ જીવનમાં ક્યારેય નાસીપાસ થવુ નહી,મહિલાઓએ દરેક પરીસ્થિતિમાં લડવું જોઇએ.દેશના વિકાસમાં આજે સૌથી મોટો ફાળો મહિલાઓને છે એમ જણાવી તમામ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
 
મહિલા અને બાલ અદિકારી સુલોચના પટેલ સૌને કાર્યક્રમમાં આવકારી લેતા નારી વંદન ઉત્સવની ઉજવણીના મહત્વ અને મહિલા લક્ષી વિવિધ યોજનાઓ વિશે સમજ પુરી પાડી હતી.
 
 આ સમગ્ર કાર્યક્રમ મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર કચેરી, તાપી ના સંયુકત ઉપક્રમે યોજાયો હતો.જેમાં વિવિધ ૭ કંપનીઓમાં ૨૩૦ જેટલી વેકેન્સીઓ સાથે આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા. જેમાં ૧૦૦ થી વધુ બહેનોની વિવિધ કંપનીમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સમિતીના અધ્યક્ષ તૃપ્તીબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ  મધુબેન ગામીત, રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કચેરી અને આરસેટી માથી પધારેલા પ્રતિનિધિઓએ મહિલા અને બાળ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુક બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार