सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વાલોડ તાલુકા કક્ષાના 74માં પ્રજાસત્તાક દિન પર્વની શાનદાર ઉજવણી

વાલોડ તાલુકા મામલતદાર નેહા સવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું

વિકાસ શાહ
  • Jan 27 2023 10:34AM
વાલોડ તાલુકાનો તાલુકા કક્ષાના ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાલોડના વેડછી ગામે સ્વરાજ આશ્રમ ખાતે કરવામાં આવી. આ પ્રસંગે વેડછી ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયતના સભ્ય, વેડછી કોલેજના આચાર્ય અર્જુનભાઈ ચૌધરી, સ્વરાજ આશ્રમ શાળાના આચાર્ય અધિકારીઓ/ પદાધિકારીઓ તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી મામલતદાર નેહા સવાણી દ્વારા સ્વરાજ આશ્રમ ખાતે ધ્વજવંદન કરી ગર્વની લાગણી અનુભવી છે કારણ કે આ એ જ સ્વરાજ આશ્રમ છે. જ્યાં ગાંધીજી તથા સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદીની લડાઈ લડતા હતા ત્યારે આ જગ્યાએ આવ્યા હતા. તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સરકાર તરફથી વેડછી ગામના વિકાસના કાર્યો માટે મામલતદારના હસ્તે ગામના સરપંચને રૂપિયા પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વાલોડની  પ્રાથમિક શાળાના શિક્ષક નીલાબેન ચૌધરી વાલોડ ક્લસ્ટરમાં પ્રતિભા સંપન્ન શિક્ષક તરીકે પસંદગી પામતા મામલતદારના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સતત પાંચમી વાર વાલોડની પ્રાથમિક શાળાના શિક્ષકની પસંદગી થઈ જે બાબતે શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ ખૂબ ગર્વની લાગણી અનુભવે છે. ત્યારબાદ રમતગમત ક્ષેત્રે વિજેતા વિદ્યાર્થીઓને પણ મામલતદારના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार