सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાકક્ષાએ પરંપરાગત રમતોની સ્પર્ધાઓનું આયોજન દ.વિ.સો. સાર્વજનિક વ્યાયામ શાળા નડિયાદ ખાતે કરવામા આવ્યુ

જિલ્લાના ૨૫૦ થી વધુ ખેલાડી બાળકોએ દેશી-જૂની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો

યેશા શાહ
  • Feb 12 2024 5:51PM
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડીયાદ, જિ. ખેડા દ્વારા જિલ્લાકક્ષા પરંપરાગત રમતોની સ્પર્ધાઓનું આયોજન દ.વિ.સો. સાર્વજનિક વ્યાયામ શાળા, નડિયાદ ખાતે કરવામા આવ્યુ હતું.

જેમા ખેડા જિલ્લાના ૨૫૦ થી વધુ ખેલાડીએ દેશી-જૂની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેડા જિલ્લા કક્ષાની પરંપરાગત રમત સ્પર્ધામા કુલ પાંચ રમતો યોજવામાં આવી હતી. જેમાં સાતોલિયુ (લગોરી), લંગડી, દોરડા કુદ, માટીની કુસ્તી, કલરીપટ્ટુ વગેરે આપણી પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા યોજવાવાથી બાળકોના શારીરિક તંદુરસ્તી વધારવા, રમત ગમત પ્રત્યે રુચિ વધારવા તથા આ રમતો ભુલાઇ ન જાય અને બાળકો મોબાઈલથી દુર રહી આ રમતો રમતા થાય તે હેતુ થી આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.

આ સ્પર્ધા પ્રસંગે દ.વિ.સો. સાર્વજનિક વ્યાયામ શાળાના મંત્રી તથા જિલ્લા રમત ગમત અધિકારી હાજર રહી ભાગ લઈ રહેલ ખેલાડીઓમાં જુસ્સો વધાર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार