सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઊંચે ચઢ્યો

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લા વાસીઓ હીટ વેવનો ભોગ ન બને તે હેતુસર પુરતા પ્રમાણમાં વધું પાણી પીવો તેવી અપીલ કરાઈ

યેશા શાહ
  • Apr 25 2024 12:53PM
ખેડા જિલ્લામાં ઉનાળામાં આકરો તાપ પડી રહ્યો છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં અંગ દઝાડતી ગરમીથી જિલ્લાવાસીઓ ત્રાહીમામ પોકારી ઊઠયા છે. તો આવી ગરમી ટાંણે બપોરના સમયે ખાસ અસર જોવા મળે છે. નડિયાદ શહેરમાં અતિવ્યસ્ત એવા સ્ટેશન રોડ, સંતરામ રોડ, પીજ રોડ સહિતના વિસ્તારોમાં વાહનચાલકો સહિત રાહદારીઓની ઓછી ચહલપહલ જોવા મળે છે.

સમગ્ર રાજ્યની સાથે સાથે ખેડા જિલ્લામાં પણ તાપમાનનો પારો ઊંચે ચઢ્યો છે, નડિયાદ, મહુધા, વસો, ખેડા, માતર, કપડવંજ, કઠલાલ, ઠાસરા, ગળતેશ્વર તાલુકા મથકે અને ગામતળમાં ગરમીની ઈફેક્ટ જોવા મળી રહી છે. ખાસ કરીને બપોરના ૧થી ૪ના સમયગાળામાં લોકો બહાર જવા આવવાનું ટાળે છે અને ઘરમાં પુરાઈ રહે છે. જેના કારણે સતત ૨૪ કલાક વાહનો અને રાહદારીઓથી સતત ધમધમતો રોડ પર આ સમયે એકલદોકલ લોકો આવનજાવન કરતા જોવા મળી રહ્યા છે. નડિયાદ શહેરમાં આજે તાપમાન ૩૯ ડીગ્રી નોંધાયું છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ તાપમાન વધે તેવી સંભાવના છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લા વાસીઓ હીટ વેવનો ભોગ ન બને તે હેતુસર પુરતા પ્રમાણમાં શરીરમાં પાણી પીવો તેવી અપીલ કરાઈ છે.

મહત્વનું છે કે, આગામી વૈશાખ પણ હજી બાકી છે ત્યારે આવનાર દિવસોમાં નડિયાદ સહિત સમગ્ર ચરોતર પંથકમાં તાપમાનનો પારો વધે તો નવાઈ નહીં રહે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार