सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજકોટ આગ દુર્ઘટના બાદ નડિયાદ ફાયરવિભાગ એનઓસીની તપાસમાં દોડ્યું

નડિયાદ ફાયર વિભાગ દ્વારા ઓચિંતી વિઝીટ કરવામાં આવતા તમામ પાસાંઓની ચકાસણી કરી સુચનાઓ આપવામાં આવી

યેશા શાહ
  • May 27 2024 3:54PM

રાજકોટ ખાતેની ગેમઝોન ખાતે બનેલ આગજન્ય ઘટનામા ત્રીસ જેટલાના મોત થવા પામતાં નડિયાદ ફાયરવિભાગ હરકતમાં આવી નડિયાદ શહેરમાં આવેલ તમામ મોલ, મલ્ટીપ્લેક્સમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં કોલેજ રોડ પર ધમધમતા ૪ જેટલા મલ્ટિપ્લેક્સોમાં ગેમ ઝોનમાં અને મોટા મોલમાં ખાસ સીઓ સાથે અધિકારીઓ દોડી આવી તપાસ ધરી હતી. ઓચીતી તપાસમાં તમામ પાસે ફાયર સેફ્ટી તેમજ એનઓસી લીધેલા હોવાનું બહાર આવ્યું છે.
વધુમાં, રાજ્યમાં જે-તે શહેરના સ્થાનિક પ્રશાસન દ્વારા ફાયર સહિતના મુદ્દાઓ અંગે તકેદારી રાખવાની હોય છે. જે અંતર્ગત સમાયાંતરે શહેરના મલ્ટીપ્લેક્ષ, કોમ્પલેક્ષો સહિતના એકમોમાં તપાસ કરવી પણ જરૂરી હોય છે. પરંતુ દુર્ઘટનાઓની રાહ જોતા પ્રશાસન આ પ્રકારની તકેદારી રાખતા નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार