सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજના મલકાણા ખાતે પીક અપ વાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ખાલી કોથળાની આડમાં હેરાફેરી રૂા.31 હજારનો વિદેશી દારૂ સાથે કાર જપ્ત

સુરેશ પારેખ
  • May 27 2024 6:55PM

કપડવંજ તાલુકાના મલકાણા ગામની સીમમાં પોલીસે વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી પીક અપ વાન ઝડપી પાડી હતી. વાનમાં પ્લાસ્ટિકની મીણીયા ખાલી કોથળીઓ નીચેથી રૂપિયા 31 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ બનાવ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે 2 શખ્સોની અટકાયત કરી ફરિયાદ નોંધી છે. 

કપડવંજ ગ્રામ્ય પોલીસ મલકાણા ગામની સીમમાં વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન મોડાસા તરફથી આવતી પીક અપ વાન શંકાના આધારે ઉભી રાખી તપાસ કરી હતી. વાનની પાછળના ભાગે ચેક કરતા પ્લાસ્ટિકની મીણીયા ખાલી કોથળીઓ ભરી હતી જે હટાવી ચેક કરતા વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા. આ બાદ પોલીસે ઝડપી પાડેલા રમેશ બાબુભાઈ વણઝારા રહે. વડોદરા અને દિનેશ જોધાભાઈ વણઝારા રહે. વિજયપુર જિ. ડુંગરપૂરની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ બનાવ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે રૂ 31 હજારનો વિદેશી દારૂ, રૂ 5 હજાર મોબાઇલ, પીક અપ વાન રૂ 7.50 લાખ મળી કુલ રૂ 7.86 લાખના મુદ્દામાલ સાથે રમેશ વણઝારા અને દિનેશ વણઝારાની અટકાયત કરી ફરિયાદ નોંધી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार