सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજકોટમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા 28 જેટલા લોકોને ખેડા જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

નડિયાદ શહેરમાં સરદાર ભવન સ્થિતિ જિલ્લા હોમગાર્ડ દળની કચેરીના કેમ્પસમાં યોજાયો

યેશા શાહ
  • May 27 2024 5:58PM
રાજકોટના ટી.આર.પી. ગેમિંગ ઝોનમાં લાગેલી ભયંકર આગની લપેટમાં 28 જેટલા લોકો નિર્દોષ મૃત્યુ પામ્યા છે, આ ઘટનામાં મોતને ભેટનાર મૃતકોના આત્માને શાંતિ મળે અને પરિવારજનોને જલદીથી ન્યાય મળે તે હેતુસર ખેડા જીલ્લા હોમગાર્ડ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

નડિયાદ શહેરમાં સરદાર ભવન સ્થિતિ જિલ્લા હોમગાર્ડ દળની કચેરીના કેમ્પસમાં આ ખાસ કાર્યક્રમ યોજાયો, જેમાં આ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ વ્યકિતઓ સંદર્ભે શોક વ્યક્ત કર્યો હતો. ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા સહાનુભૂતિ દાખવતા દર રવિવારે યોજાતિ માસિક પરેડ દરમ્યાન જિલ્લા કમાડન્ટ પ્રણવ સાગરની અધ્યક્ષાતામાં આ મૃતકોને 2 મિનિટનુ સામુહિક મૌન દાખવીને હોમગાર્ડ દળ, ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળ તરફથી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार