મોકડ્રિલ અંગે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
સાંજે 7.30 થી 8:00 સુધી અંધારપટ માટે સ્વેચ્છાએ સંપૂર્ણ લાઈટ/ વીજળી બંધ કરવા તંત્રની અપીલ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન તા.07-05-2025ના રોજ સાંજે 04 વાગ્યાથી 08 વાગ્યાં સુધી કરાયું છે.
આ સાથે, તૈયારી સ્વરૂપે, સાંજે 7.30 થી 08 વાગ્યાં દરમ્યાન હવાઈ હુમલો (એર રેઇડ) દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય તે અંગે મોકડ્રિલ યોજાશે. જેમાં હવાઈ હુમલો ટાળવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે સમગ્ર જિલ્લાની તમામ લાઈટ્સ બંધ કરી દેવામાં નાગરિકોને નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प