सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડતાલધામમાં આઠમી સહજાનંદી બાળ યુવા શિબિર યોજાઈ : 5000 બાળ- બાલિકા-યુવાનોની શ્રીજીમાં આહ્લલેક

રવિવારે સંતોના સાંનિધ્યમાં થયેલી શિબિરની પૂર્ણાહૂતિમાં સૌ બાળકો ભાવવિભોર

યેશા શાહ
  • May 27 2024 6:16PM
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તારીખ 24 થી 26 મે' દરમિયાન યોજાયેલી ત્રિ'દિવસીય સહજાનંદી બાળ-યુવા શિબિરની રવિવારે સાંજે પૂર્ણાહુતિ થઈ હતી.

આ શિબિરમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 5000 બાળક- બાલિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અમેરિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.લાલજી સૌરભપ્રસાદજી મહારાજ, પૂ. જ્ઞાનજીવન સ્વામીએ (કુંડળ) શિબિરાર્થી બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ શિબિરમાં માતૃ-પિતૃ વંદના પર વિશેષ ભાર મુકાયો હતો.પોતાના માત-પિતા સાથે શિબિરમાં ભાગ લેવા આવેલા બાળકોએ પોતાના માતા-પિતાને પગે લાગી ચરણપૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિદાય લેતાં બાળકોએ ગુરુ-સંતોના આશીર્વાદ માટે ગુરુ વંદના કરી હતી. બાળકોએ સંતો સાથે રાસની રમઝટ બોલાવી હતી. વિવિધ સંસ્કારો અને સામાજિક, ધાર્મિક જ્ઞાન મેળવીને શિબિરાર્થી બાળકોએ વતન ભણી પ્રસ્થાન કર્યું હતું. શિબિર સમાપન પ્રસંગે સંયોજક શાસ્ત્રી નારાયણચરણ દાસજી સ્વામી, સ્વામી શ્યામવલ્લભ,સ્વામી ભક્તિ ચરણદાસજી, પાર્ષદ ગોપાલ ભગત ઉપસ્થિત રહ્યા હતા.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સત્સંગીઓના બાળકો- યુવાનોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્રઢ નિશ્ચય થાય અને ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશયથી ત્રણ રાજ્યના 5000 બાળકો- બાલિકાઓ અને યુવાનોએ લાભ લીધો હતો. શિબિરનું આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार