सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આઈટીટીએફ દ્વારા ભારભરમાંથી એક માત્ર કપડવંજ કેળવણી મંડળની નાણાંકીય અને જ્ઞાન સહાય માટે પસંદગી

દાણી ફાઉન્ડેશનના વિતા દાણીના સઘન પ્રયાસોથી કપડવંજ કેળવણી મંડળની પસંદગી થતાં પંથકમાં ખુશી સાથે ગૌરવની લાગણી છવાઈ

સુરેશ પારેખ
  • Feb 12 2024 6:40PM

ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન  ( ITTF ) ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સામાજિક સંસ્થાઓને નાણાંકીય અને જ્ઞાન સહાય પ્રદાન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે સમગ્ર ભારતમાંથી એક માત્ર કપડવંજ કેળવણી મંડળનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ફાઉન્ડેશન (ITTF ફાઉન્ડેશન)  તથા ફાઉન્ડેશન ફોર ગ્લોબલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ (GSD) દ્વારા દર વર્ષે સામાજિક સંસ્થાઓને નાણાંકીય અને જ્ઞાન સહાય થકી ટેબલ ટેનિસના માધ્યમથી યુનાઇટેડ નેશન્સ દ્વારા સ્થાપિત ટકાઉ વિકાસના લક્ષ્યોને સ્થાનિક ઉકેલ દ્વારા સિદ્ધ કરવા આપવામાં આવે છે.  વર્ષ ૨૦૨૩ માટે વિશ્વના ૬૪ દેશોમાંથી ૧૭૭ સંસ્થાઓ દ્વારા આ માટે અરજી કરવામાં આવી હતી. ITTF ફાઉન્ડેશન દ્વારા આમાંથી પાંચ સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં કપડવંજ કેળવણી મંડળનો સમાવેશ કરવામાં આવ્યો છે.દાણી ફાઉન્ડેશનના વિતા દાણીના સઘન પ્રયાસોથી આ માટે કપડવંજ કેળવણી મંડળની પસંદગી થતાં સમગ્ર કપડવંજ પંથકમાં ખુશી સાથે ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. મંડળ ભારતમાંથી પસંદગી પામેલ એક માત્ર સંસ્થા છે. આવતા ત્રણ વર્ષમાં મંડળ ITTF ફાઉન્ડેશન તથા દાણી ફાઉન્ડેશન સાથે મળીને ટેબલ ટેનિસના માધ્યમથી સમાજના વંચિત જૂથોની આગામી પેઢીને શિક્ષણ, સ્વાસ્થ્ય, સમાન અધિકાર અપાવી સમાજમાં એકીકૃત કરવાનો  કરવાનો પ્રયાસ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોર્લિંગે તાજેતરમાં કપડવંજ કેળવણી મંડળની મુલાકાત લઈ કપડવંજ પંથક જેવા છેવાડાના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ જેવી રમતો ઉપલબ્ધ કરવા માટે ભાર મૂક્યો હતો. દાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એલેમ્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના કો- ફાઉન્ડર વિતા દાણી દ્વારા કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ અને એથ્લેટ ડેવલોપમેન્ટ પર કપડવંજ કેળવણી મંડળની સાથે રહી કપડવંજમાં ખો ખો, કબડ્ડી, ટેબલ ટેનિસ જેવી અનેક રમતો વિકસાવવા માટે દાણી ફાઉન્ડેશનની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार