નડિયાદ શ્રી સંતરામ મંદિરના 193મા સમાધિ મહોત્સવની તૈયારીઓ શરૂ : અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
નડિયાદમાં સૌપ્રથમ વખત મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવીજીની શિવમહાપુરાણ કથા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સંતરામ મંદિરના 193માં સમાધિ મહોત્સવ નિમિત્તે આગામી દિવસોમાં ભારતના વિખ્યાત કથાવ્યાસની કથા યોજાશે. નડિયાદના આંગણે 1008 મા કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે સૌપ્રથમ વખત શિવમહાપુરાણ કથાનું આયોજન થયું છે.
આગામી 24 ફેબ્રુઆરીએ સાકરવર્ષા અને સંતરામ મેળો ભરાશે. આ ઉપરાંત ભક્તિમય ગાન, સંગીતમય કાર્યક્રમ, ભક્તિ સંગીત ગરબા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં 13 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ સવારે 10થી 1 કલાકે સંતરામ મંદિરના લીમડા ચોકવાળા કથામંડપ ખાતે સુપ્રસિદ્ધ 1008 મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવીજી દ્વારા શ્રી શિવમહાપુરાણ કથા યોજાશે. આ ઉપરાંત 4થી ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી રામચરિત માનસ નવાન્હ પારાયણ, સંતરામ વૃંદ દ્વારા શ્રી યોગીરાજ માનસ કથા સત્ર, 23 ફેબ્રુઆરીએ શ્રી ગુરુ પાદુકા પૂજન, સંતવૃંદ અને ભક્તો દ્વારા 21 ફેબ્રુઆરીએ શ્રી રામચરિત માનસ સમૂહ પારાયણ (અખંડ) યોજાશે. વળી આ મહોત્સવ દરમ્યાન તા. 13 થી 20 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ સાંજે 7.30 કલાકથી પદગાન ભજન સંધ્યા પણ યોજાશે. જેમાં અશ્વિન જોશી (મા-બાપને ભૂલશો નહીં), આનંદનો ગરબો, અવિનાશ બારોટ દ્વારા સંગીતમય કાર્યક્રમ, ' સદાશીવ દવે અને સ્મૃતિ દવે દ્વારા ભક્તિમય ગાન (શિવનાદ વૃંદ) અને રીંકુબેન પટેલ દ્વારા ભક્તિ- સંગીત ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આગામી 24 ફેબ્રુઆરી એટલે કે મહાસુદ પૂર્ણિમાના રોજ દિવ્ય સાકર વર્ષા યોજાશે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प