નડિયાદની પીજ ચોકડીએ અન્ડરબ્રિજ નીચે સૂતેલ ભિક્ષુક પર વાહન ફરી વળતાં મોત નિપજ્યું
ચાલક વાહન લઈને ફરાર : આ બનાવ મામલે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પીજ ચોકડી અંડરબ્રિજ નીચે અજાણ્યા વાહને ભિક્ષુકને કચડતા અને કઠલાલના ભાનેર પાસે ટેન્કરે રાહદારીને કચડયાના બંને બનાવોમાં બે વ્યકિતઓના મોત થયા હતા. આ બંને બનાવો મામલે હદ ધરાવતા પોલીસમાં અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ શહેરના પીજ ચોકડી હાઈવે નં. ૪૮ના અંડરબ્રિજ નીચે રવિવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા ચાલકે પોતાનું વાહન પૂરપાટે હંકારીને બ્રિજની દીવાલ સાથે ભટકાવ્યું હતું. આથી બ્રિજની દીવાલને અડીને સૂઈ રહેલા ૫૫ વર્ષિય ભિક્ષુક જેવા પુરુષ પર વાહનનું વ્હિલ ચડી ગયું હતું. દરમ્યાન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ભિક્ષુકનું મોંઢુ છુંદાઈ જતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ બનાવ મામલે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प