सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાવાગઢ ગ્રામપંચાયત ગુલ્લેબાજ તલાટી સામે ઉચ્ચ અધિકારીઓએ લાલ આંખ

પંચમહાલ પાવાગઢ ગ્રામપંચાયત ગુલ્લેબાજ તલાટી સામે ઉચ્ચ અધિકારીઓએ લાલ આંખકરી સજાત્માક પગલાં લેવાની કાર્યવાહી શરુ કરી છે.

નરેન્દ્રસિંહ પરમાર
  • Feb 4 2023 2:47PM
• પાવાગઢ ગ્રામપંચાયત ગુલ્લેબાજ તલાટી સામે ઉચ્ચ અધિકારીઓએ લાલ આંખ
• પંચમહાલ પાવાગઢ ગ્રામપંચાયત ગુલ્લેબાજ તલાટી સામે ઉચ્ચ અધિકારીઓએ લાલ આંખકરી સજાત્માક પગલાં લેવાની કાર્યવાહી શરુ કરી છે.

પાવાગઢ ગ્રામ પંચાયત ખાતે સતત ગેરહાજર રાહેતા તલાટીએ ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરતા પોતે ભરવાયા હતા. પંચમહાલ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત કચેરીઓની સરપ્રાઈઝ વિઝિટમાં નીકળ્યા હતા. દરમ્યાનમાં પાવાગઢ ગ્રામ પંચાયત કચેરી બંધ હાલતમાં જોવા મળી હતી. જેથી પાવાગઢ ગ્રામપંચાયતના તલાટીનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો જતો અને ગ્રામ પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તલાટીએ પોતે ગોધરા ખાતે કલેક્ટર કચેરીમાં વહીવટી કામગીરી કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.

તપાસમાં આવેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ કલેક્ટર કચેરીમાં તલાટીનું લોકેશન પૂછતાં તલાટી ભરવાયા હતા અને તેઓને પોતાનો મોબાઈલ ફોન સ્વિચઓફ કરી દીધો હતો. પાવાગઢ ગ્રામપંચાયત કચેરી ખાતે તપાસમાં આવેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીની બે કલાક રાહ જોવા બાદ પણ તલાટી ગ્રામપંચાયત કચેરી ખાતે નહીં આવતા કે તેઓએ તેમનો મોબાઈલ ફોન ઓન નહીં કરતા તલાટી ફરજ ના સમય દરમ્યાન ગુલ્લેબાજી કરતા હોવાનું ઉચ્ચ અધિકારીઓને જણાઈ આવ્યું હતું. જેથી ગ્રામપંચાયત કચેરીના તાળા તોડી તમામ દફતર કબ્જે લઇ ગોધરા ખાતે લઇ જવાયું હતું.

ફરજના સમય ઉપર ગુલ્લેબાજી કરતા ઝડપાયેલા તલાટીએ ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા પોતે ભરવાયા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ના જણાવ્યા અનુસાર ગુલ્લેબાજી કરતા ઝડપાયેલા તલાટી સામે ખાતાકીય રીતે સજાત્માક પગલાં લેવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार