सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પૈસાની ઉઘરાણીનાં મામલે બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો અને મારામારી થતા છરીથી હુમલો કરતા ઇજા થઇ હતી

પાટણ શહેરનાં સીટીપોઇન્ટ પાસે આવેલી માનસી ચાની હોટલ આગળ મંગળવારની મોડી રાત્રે પૈસાની ઉઘરાણીનાં મામલે બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો અને મારામારી થઈ

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 2 2023 12:19PM
પાટણ શહેરનાં સીટીપોઇન્ટ પાસે આવેલી માનસી ચાની હોટલ આગળ મંગળવારની મોડી રાત્રે પૈસાની ઉઘરાણીનાં મામલે બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. યુવકે છરીથી હુમલો કર્યો. બીજા યુવકે બચાવ માટે છરી હાથમાં પકડીલેતા હાથમાં ઇજા પહોંચી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણમાં રહેતા અને ગંજશહીદપીર વિસ્તારમાં રેડિમેન્ટ દુકાન ધરાવતા માજીદખાન રાઉમાની દુકાને ઇરફાનભાઇ નામનાં વ્યક્તિ એકાદ મહિના પૂર્વે આવીને રૂા. 1000ની કિંમતનાં કપડાં એક માસનાં વાયદાથી લઇ ગયેલા. એક મહિના પછી માજીદખાતે તેમની પાસે ઉઘરાણી કરતાં હતાં. ગઇકાલે મંગળવારે રાત્રે માજીદનખાનને ઇરફાનભાઇએ ફોન કરીને તેમને પાટણમાં સીટીપોઇન્ટ પાસે ચાની હોટલે બોલાવીને રૂ. 1000 આપ્યા હતા અને ગાળો બોલીને કહ્યું વારંવાર મારી પાસે રૂા. 1000ની ઉઘરાણી કેમ કરતો હતો?’ તેમ કહી ઉશ્કેરાઈ જઈને છરી કાઢીને માજીદખાનનાં પેટ ઉપર મારવા જતાં તેણે હાથ આડો કરતાં તેની હથેળીમાં છરી વાગી હતી. લોકોએ ભેગા થઇને છોડાવતા હતાં. તેમણે પાટણની સરકારી હોસ્પિટલમાં જઇને સારવાર કરાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार