નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભવ્ય યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરમાં ખુબ મોટી સંખ્યામાં યોગી ભાઈ બહેન ઊપસ્થિત રહ્યા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પ્રાચિન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને મનાવતા તરફ દોરવાના ઉમદા હેતુથી IDY કાઉન્ટ ડાઉનના ભાગરૂપે એક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. આ યોગ શિબિરમાં નવસારીના શહેરીજનો સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
યોગ શિબિરમાં યોગ સેવક શીશપાલજી તથા “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ “ના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયમની તાલીમ આપવામાં આવી હતી. નિયમિત વ્યાયામ કરવો, તણાવનું સંચાલન કરવા ધ્યાન અથવા યોગ કરવાથી ઉંમરની સાથે કામકાજના ભારણના કારણે તથા માનસિક તેમજ અનેક મહત્વના વિષય ઉપર પણ ચર્ચા કરી તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શીશપાલજીએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા લાવી શકાય તે માટે સૌ કોઈને નિયમિત યોગ કરવાની હિમાયત કરી હતી તથા હાયપર ટેન્શન, મેદસ્વિતા તેમજ વિવિધ પ્રકારના આહારમાંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી સ્ફૂર્તિમય જીવન તરફ પ્રયાણ કરવા બાબતે સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા હતા.
યોગ શિબિરમાં આવેલા એન પટેલેએ જણાવ્યું કે, શિબિરમાં શીખવેલા આસનોથી તેમના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ શિબિરમાં સહભાગીબની ખુબ આનંદ અનુભવે છું તથા મનની શાંતિ અને સમગ્રપણે તંદુરસ્તીનો અનુભવ થાય છે. આ ઉપરાંત સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત જેવા અભિયાન હેઠળ નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેની સરાહના કરી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प