सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શિક્ષકદિન નિમિતે અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો નું કરવામાં આવ્યું સન્માન.

શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને ઉમદા દૃષ્ટિથી કામગીરી કરનારા અરવલ્લી જિલ્લાના ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાનો અને સાત શિક્ષકોને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા.

હિતેન્દ્રસિંહ રાઠોડ
  • Sep 5 2024 6:20PM

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લાકક્ષાના સમારંભમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.

શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા પાયા રૂપ બની રહેવાની છે.દેશની આવતી કાલસમા બાળકોની કારકિર્દી તેમજ જીવન ઘડતર નું કામ શિક્ષકોના હાથમાં રહેલું છે.

શિક્ષકદિન નિમિતે આ વર્ષે જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ પારિતોષિક મેળવનારા શિક્ષકોમાં યોગેશકુમાર પંડ્યા, મયંકભાઇ ભટ્ટ, અને મહેશભાઈ પટેલને પારિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે તાલુકા કક્ષાનો એવાર્ડ મેળવનારા શિક્ષકોની માં વિલાસબેન પટેલ, અસ્વીનભાઈ ગજ્જર, અજયકુમાર શર્મા ગાયત્રીબેન ખરાડી હરેશકુમાર પ્રજાપતિ, મહેરૂનીષાબેન મસી અને હંસાબેન પારઘી ને તાલુકા કક્ષાનો એવાર્ડ એનાયત કરાયો.

આજના કાર્યક્રમમાં જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના જેવા કાર્યક્રમમાં ઉમદા પ્રદર્શન કરનાર કુલ પંદર બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું.જિલ્લાકક્ષાના સન્માન સમારંભમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, કલેક્ટર પ્રશસ્તી પારિક, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા ની ઉપાસ્થિતિ માં સમારંભ યોજાયો.

આજના કાર્યક્રમમાં મંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે બાળકોના મનમાં રહેલી શક્તિને બહાર ઉજાગર કરવાનું કાર્ય શિક્ષક કરે છે. બાળકની પ્રગતિથી શિક્ષકને ગર્વ થાય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार