ગઢડા ઉમરાળા વલભીપુર ૧૦૬ વિધાનસભા સીટ ના ભાજપ ના ઉમેદવાર મહંત શંભુ પ્રસાદ ટુંડીયા. આજે ધોળા જંક્શન ખાતે દરેક સમાજ ના આગેવાનો ને મળ્યા હતા અને દરેક લોકોને ભાજપના વિકાસ રથને આગળ વધારવા અને રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના મનકિબાત કાર્યક્રમમાં ધોળા ખાતે લોકોને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર સહિત પેથાભાઈ આહીર, શશી ભાઈ ભોજ, સી.એમ.ભોજ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ આહીર, વેપારી મંડળના પ્રમુખ રવી પંડ્યા. સરપંચ ભારત બાવળિયા સહિત ધોળાના વેપારી ભાઈઓ, આગેવાનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા.