सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મુળ માલિક કલેક્ટરમાં અરજી કરે છે કે ભાડાં પેટે આપેલ બિનખેતીની મંજુરી વિના પી.ટી.એસ.નંબર ૬૧/૩૫ વાળી જમીનમાં ચલાવવામાં આવી રહેલ રેસ્ટોરન્ટ પાડી નાખો

એમાંથી 100 મીટર જગ્યા કહેવાતાં જમાઈને ગિફ્ટમાં આપી જે ગેરકાયદેસર કન્ફોર્મ થઈ જાય છે

ભાવના શાહ
  • Nov 18 2022 12:25PM

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં નિયમો જે લોકો પાડે છે તેમના માટે જ છે બાકી તો બધું જ લોલમ લોલ ચાલે છે તમારે ગેર કાયદેસર બાંધકામ કરી હોટલ ચલાવવી છે? ખુલ્લા પ્લોટનું ગેરકાયદેસર ગીફ્ટ ડીડ બનાવવું છે ?. અને તેના ઉપર કોમર્શિયલ બાંધકામ કરવું છે? આ બધું જ શક્ય છે દીવમાં તમારે માત્ર અમુક લાલચુ અધિકારીને સુખડી આપવાની આ કરો એટલે બધા જ અશક્ય કામો શક્ય થઈ જાય છે.

આવો જ એક ચોકવનારો કિસ્સો બહાર આવ્યો છે વાત છે બંદર ચોકમાં ગાંધીભવનમાં આવેલ હોટલ રાજ પેલેસ પાછળ આવેલ આખી ડી.પી રેસ્ટોરન્ટ તેમજ ખુલ્લા પ્લોટની. સૂત્રો દ્વારા મળતી વિગત પ્રમાણે જગ્યાના માલિક કલેક્ટરમાં અરજી કરીને જણાવે છે કે અમોએ ભાડાપટ્ટે આપેલ બિનખેતી વાળી જમીનમાં જરૂરી મંજુરી મેળવવામાં  આવેલ ને હોય તે રેસ્ટોરન્ટ પાડી નાખો અને બીજી બાજુ પીટીએસ નંબર 61/35 માંથી ગિફ્ટ મારફતે ૧૦૦ મીટરની જગ્યા કહેવાતાં જમાઈને આપેલ જે ગેરકાયદેસર રીતે કન્ફર્મ થઈ જાય અને તેનો પી.ટી.એસ. નંબર ૬૧/૩૫એ ફાળવીને તેમાં પાકું બાંધકામ કરીને હોટલ રાજ પેલેસ દ્વારા તેનો કોમર્શિયલ ઉપયોગ પણ થઈ રહ્યો છે.

નિયમો મુજબ 100 મીટર ખુલ્લા પ્લોટનો ગીફ્ટ ડીડ કન્ફોર્મ થાય નહીં પરંતુ જે તે સમયના અધિકારીએ મોટી સુખડી લઈને આ કૌભાંડ આચાર્યું હોવાનુ ચર્ચાઈ રહ્યું છે વધુમાં આ હોટલ પાસે એચટીપી મશીનની સુવિધા પણ ના હોય તેથી વારંવાર ગટરો ઉભરાય છે. તેની ગંદકી આસપાસના વેપારીઓએ સહન કરવી પડી રહી છે.

આ અંગે એક જાગૃત નાગરિકે કલેક્ટર તથા દિવ મ્યુનિસિપાલટીને ધ્યાને લાવતા દિવ મ્યુનિસિપાલટી તંત્ર ઊંઘમાંથી જાગી અને પીટીએસ નંબર 61/35 વાળી જમીનમાં ખડકાયેલ બાંધકામ 15 દિવસમાં તોડી પાડવા માટે મૂળ માલિક સહિત હોટેલ રાજ પેલેસનાં માલિકને તેમજ ડી.પી.રેસ્ટોરન્ટ ભાડેથી રાખનારને પણ નોટિસ પાઠવેલ છે.

ત્યારે જોવાનું એ રહે છે કે ગેરકાયદેસર રીતે ચાલતાં દરેક રેસ્ટોરન્ટ, હોટેલ, ગેસ્ટહાઉસનાં ધંધાની બાબતમાં હાલમાં જેમ થાય છે એવું જ થશે !! શું તંત્ર માત્ર નોટિસ આપી ને જ સંતોષ માની લેશે ? જરૂરી ધંધાકીય લાયસન્સ આપતી વખતે તંત્ર દ્વારા જરૂરી ચકાસણી કરવામાં ધુપ્પલ કેમ ? આ તમામ બાબતો અંગે કોઈ નક્કર કાર્યવાહી થશે ? તેના ઉપર સૌ કોઈ મિટ માંડીને બેઠા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार