सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લીમખેડા વિશ્રામગૃહ ખાતે મંત્રી બ્રિજેશ મેરજાએ સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંવાદ બેઠક કરી હતી

આદિવાસી સમાજના અને તાલુકાના વિકાસ માટે રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો હકારાત્‍મક ઉકેલ લાવવામાં આવશે – મંત્રી શ્રી બ્રિજેશ મેરજા

ગૌરવ પટેલ
  • Aug 10 2022 11:08AM

વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણીઅંતર્ગત મુખ્‍ય  મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલ રાજયવ્‍યાપી ઉજવણીના ભાગરૂપે રાજયના ર૭ સ્‍થળોએ યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે દાહોદ જિલ્‍લાના લીમખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થતાં પહેલાં લીમખેડા વિશ્રામગૃહ ખાતે જિલ્‍લા-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે શ્રમ અને રોજગાર રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ સંવાદ-બેઠક કરી હતી.


આ બેઠકમાં મંત્રીશ્રીએ મનરેગાના કામો, ૧૪મા અને ૧પમા નાણાં પંચા કામો, રોજગારી અંગેના, આઇ.ટી.આઇ.ના, સરપંચશ્રીઓના, તલાટી-કમ-મંત્રીઓની ખાલી જગ્‍યાઓ સહિત તાલુકાને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી તેમજ પદાધિકારીઓ દ્વારા તાલુકાને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત સાંભળી વિકાસના જે કોઇ કામો હોય તે ઝડપથી શરૂ કરી ઝડપથી પૂર્ણ થાય તે જોવાનું સુચવી ઉપયોગી માર્ગદર્શન  પુરૂં પાડી જરૂરી સલાહ-સૂચનો આપી આદિવાસી સમાજના  અને તાલુકાના વિકાસ માટે રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો હકારાત્‍મક દિશામાં ઉકેલ લાવવામાં આવશે તેની ખાત્રી આપી હતી.


આ બેઠકમાં  દાહોદ જિલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સરતનભાઇ ચૌહાણ, લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શર્માબેન મુનિયા, સીંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કાંતાબેન ડામોર, લીમખેડા તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્‍યક્ષ શ્રી રૂપસીંગભાઇ માવી, તાલુકા પંચાયત સીંગવડ કારોબારી સમિતિના અધ્‍યક્ષ શ્રી રવેસિંહ તાવિયાડ, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી(મહેસુલ), લીમખેડાના પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, મામલતદારશ્રી, લીમખેડા-સીંગવડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, લીમખેડા-સીંગવડ, જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી, અગ્રણીઓ સર્વ શ્રી મહેન્‍દ્રભાઇ પટેલ, સ્‍નેહલભાઇ ધરિયા, રતનસિંહ રાવત, સી.કે. મહેડા, ટી.કે., સમરસિંહ પટેલ, જિલ્‍લા-તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार