सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બ્રહ્મકુમારીઝ દ્વારા ઝાલોદમાં વ્યાપારી વર્ગનું સ્વર્ણિમ રક્ષાબંધન સ્નેહમિલન યોજાયું

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 09-08-2022 ના રોજ બ્રહ્માકુમારીઝ દ્વારા વ્યાપારી વર્ગનું સ્વર્ણિમ રક્ષાબંધન સ્નેહમિલનનું આયોજન

પંકજ પંડિત
  • Aug 10 2022 10:45AM

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 09-08-2022 ના રોજ બ્રહ્માકુમારીઝ દ્વારા વ્યાપારી વર્ગનું સ્વર્ણિમ રક્ષાબંધન સ્નેહમિલનનું આયોજન ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારીઝના કેન્દ્ર પર કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ ના શહેરા સેવા કેન્દ્રના સંચાલીકા બ્રહ્માકુમારી રતનબેને રક્ષાબંધનનું આધ્યાત્મિક મહત્વ જણાવતા કહ્યું હતું કે વર્તમાન સમયે પરમપિતા પરમાત્મા સર્વ આત્માઓને  પવિત્રતાનું રક્ષાબંધન કરવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ એ મન વચન કર્મમાં શુદ્ધ અને સાત્વિક વ્યવ્હાર કરવો જોઈએ બ્રહ્માકુમારીઝ ના દાહોદ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી કપિલાબેને રાજયોગના ચિંતનની વિધિ બતાવીને યોગનો અનુભવ કરાવ્યો હતો પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના બ્રહ્માકુમારીઝના સંચાલિકા રાજ્યોગીની બ્રહ્માકુમારી સુરેખાદીદી એ  આશીર્વચન આપતા જણાવ્યું કે રાજયોગ કમઁયોગ પણ છે કર્મમાં કુશળતા લાવવા ધંધો વ્યાપાર કરતા પ્રામાણિક જેવા નૈતિક મૂલ્યો ધારણ કરવા રક્ષાબંધન કરવાનું છે દાહોદ અગ્રણી વ્યાપારી બ્રાહ્નકુમાર દિલીપભાઈ દેવનાની એ રોજીંદા જીવનમાં રાજયોગ ઇશ્વરીય મનનનો ઉપયોગ કરવાથી વ્યક્તિ તનાવ મુક્ત જીવન જીવી શકે. ઝાલોદ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી મિતાબેને સુંદર રીતે આભારવિધિ કરી હતી ભ્રાતા પ્રેમકુમાર મેરવાની ( ગુન્નુભાઇ ) એ સુંદર કર્ણપ્રિય ગીતો પ્રસ્તુત કર્યા હતા ત્યારબાદ સર્વ વ્યાપારી ભાઈ બહેનોને અલૌકિક રક્ષાબંધન કરવામાં આવ્યું હતું, બ્રહ્મકુમાર શૈલેષભાઈએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.


  ઉપરોક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજ આગેવાન વેપારી વર્ગ તથા બ્રહ્મા કુમારી તથા બ્રહ્માકુમારો એ હાજરી આપેલ,છેલ્લા કેટલાય વર્ષોથી નીતાદીધી સફળ રીતે બ્રહ્માકુમારી સેન્ટરનું સંચાલન કરી રહ્યા છે તથા ગ્રામજનોને  રાજયોગ શીખવી રહ્યા છે તેમની પ્રશંશનીય કામગીરી સમગ્ર ઝાલોદ વાસી બિરદાવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार