सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના લાભાર્થી ખેડૂતોને ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ

લાભાર્થી ખેડૂતોએ ૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૨ સુધીમાં ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલી તાકીદ

ધર્મેન્દ્ર ખત્રી
  • Aug 9 2022 6:47PM
 • નર્મદા જિલ્લાના “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી” યોજનાના લાભાર્થી ખેડૂતોને ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ
 • લાભાર્થી ખેડૂતોએ ૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૨ સુધીમાં ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલી તાકીદ

રાજપીપલા, મંગળવાર :- સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે હવે યોજનાનો લાભ લેનારા લાભાર્થીઓએ “e-KYC”ની પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી” યોજનામાં “e-KYC” ની પ્રક્રિયાએ લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરે છે તથા “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી” યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ આવશ્યક છે.
      
“e-KYC” એટલે ખેડૂતોના બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિન્ક કરવાની પ્રક્રિયા છે. ભારત સરકારશ્રી ધ્વારા તમામ લાભાર્થીઓનું “e-KYC” આગામી તા. ૧૫ ઓગષ્ટ, ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા સૂચનાઓ આરવામાં આવી છે. જેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ લાભ મેળવતા જિલ્લાના તમામ ખેડૂતોને “e-KYC”ની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે, તથા “e-KYC” પ્રક્રિયા પૂર્ણ ન થવાના કિસ્સામાં જે તે લાભાર્થી ખેડૂતો આગામી લાભથી વંચીત રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.  
       
વધુમાં, “e-KYC” ની પ્રક્રિયા ખેડૂતો પોતાની નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા e-gram (ઇ-ગ્રામ) કેન્દ્ર મારફત સફળ “e-KYC” નો ચાર્જ રૂ. ૧૫ ચૂકવીને પણ કરાવી શકશે. આ ઉપરાંત આ પ્રક્રીયામાં લાભાર્થીઓ જાતે જ વિના મૂલ્યે મોબાઈલ પર સરળતાથી PM-KISAN App તેમજ PM-KISAN પોર્ટલ પર e-KYC authentication of beneficiary પરથી OTP બેઝ્ડ “e-KYC” કરી શકે છે.
    
“e-KYC” ની પ્રક્રિયામાં આધારલીન્ક, મોબાઈલ નંબર, આધારકાર્ડ તેમજ બેન્ક પાસબુક સાથે રાખી લાભાર્થીએ જાતે જ કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા e-gram (ઇ-ગ્રામ) કેન્દ્ર પર ઉપસ્થિત રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार