सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના પ્રદેશ પ્રમુખની વન ડે વન ડીસ્ટીક અંતર્ગત મુલાકાત

જિલ્લાભર ના ભાજપ અગ્રણીઓ,કાર્યકરો,સમર્થકો સુરેન્દ્રનગરમાં

બ્રિજેશ ત્રિવેદી
  • Jun 24 2022 11:28AM
ભાજપના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે ત્યારે આજરોજ શહેરની મેડિકલ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગાયની પૂજા કર્યા બાદ કલાકારો અને રાજકીય આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક યોજી

સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે સી.આર.પાટીલ છે ત્યારે બે દિવસના કાર્યક્રમમાં બીજા દિવસની શરૂઆત કાર્યક્રમોની કરી નાખવામાં આવી છે શહેરની મેડિકલ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ દ્વારા સૌપ્રથમ ગાયની પૂજા કરવામાં આવી છે ત્યાર બાદ કલાકારો સાથે બેઠક અને રાજકીય આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓના વડા તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા સંતો-મહંતોની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાધુ સંતો દ્વારા તેમના સૂચનો સાંભળવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર ખાતે મેડિકલ હોલ ખાતે ગાયની પૂજા બાદ સમગ્ર દિવસના કાર્યક્રમો સી.આર.પાટીલ દ્વારા દ્વારા શરૂ કરવામાં આવતા ભાજપના કાર્યકર્તાઓ નો ઝોમ જુસ્સો વધ્યો છે. કાર્યક્રમમાં જિલ્લાના ભાજપના આગેવાનો સહિત પ્રદેશના ઉપાધ્યક્ષ વર્ષાબેન, આઈ.કે. જાડેજા, કચ્છના સંસદ વિનોદ ચાવડા, સહિત ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સાથે જિલ્લાના વિવિધ  સંપદાયના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજના વિશે ભાજપના પ્રદેશ પ્રમુખે  પોતાનો પ્રતિભાવ પણ આપ્યો હતો .અને કહ્યું હતું કે દેશના યુવાનો થકી દેશ  મજબૂત બને અને યુવાનો મજબૂત બને તે માટે આ યોજના છે સાથે યુવાનો ને વેતન પણ મળે છે સાથે વતન માટે કામ કરવા માટે ની પણ આ યોજના છે. અને આ યોજના કોઈ માટે ફરજીયાત નથી જે લોકો વિરોધ કરે છે તે લોકોએ આમાં ભાગ ન લેવો જોઈએ તેમ જણાવ્યું હતું. સાથે આજરોજ પ્રદેશ પ્રમુખે જિલ્લાના દિવ્યાંગ તેમજ વિધવા મહિલાઓ સાથે પણ એક સંવાદ કર્યો હતો. જેમાં લોકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અપીલ કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार