सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરેન્દ્રનગર ખાતે ભાજપ ની વિશાળ બાઈક રેલી બાદ વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત સી.આર.પાટીલની વિશાળ સભા યોજાઇ

જેમાં આગામી વિધાનસભામાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા સીટ ભાજપને ૫૦ હજારની લીડથી જીતાડવા હાકલ કરી હતી

બ્રિજેશ ત્રિવેદી
  • Jun 24 2022 11:03AM
સુરેન્દ્રનગર ખાતે ભા.જ.પ ના કાર્યકર્તાઓ ની વિશાળ બાઇક રેલી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  ના ભવ્ય રોડ શો બાદ વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સભા એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાઇ હતી.જેમાં આગામી વિધાનસભામાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા સીટ ભાજપને ૫૦ હજારની લીડથી જીતાડવા હાકલ કરી હતી.જેમાં ભાજપના કાર્યકર્તાઓ ને સંબોધન કરતા સી.આર. પાટીલે જણાવ્યું હતુ કે ચૂંટણી લડવા માટે પેઇજ કમિટીના સક્રીય કાર્યકર્તાને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે જેથી દરેકે સક્રીય કાર્યકર્તા બનવુ જરૂરી છે.અગાઉ ના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમો જે જિલ્લાઓમાં થયા હતા પરંતુ ત્યાં સુરેન્દ્રનગર જેવો કાર્યક્રમ કોઇ પણ જગ્યાએ નથી થયો અને આગામી વિધાનસભામાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભામાં ભાજપના ઉમેદવારો ને ૫૦ હજારથી વધુ મતની લીડથી જીતાડવા હાકલ કરી હતી. ચૂંટણીમં ટિકિટ કોને આપવી તે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહ નક્કી કરશે તેમની પાસે બધાના રિપોર્ટ છે. ભાજપના પેઇજ કમિટીના સભ્યોની તાકાત જોઇ કોંગ્રેસના હાજા ગગડી ગયા છે. વિધાનસભામાં ટિકિટ કોઇને પણ આપે ભાજપના કાર્યકરે કમળને જોઇને મત આપવાનો છે. ટિકિટના કકળાટ મુદ્દે અસંતોષ ને ડામવા અત્યારે જ પાટીલે ટકોર કરતા જણાવ્યું હતુ કે ટીકીટ માં કોઇના દોરવાઇને ટોળામાં ન જતાં. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઆે આવતા બેસવા માટેની જગ્યા પણ આેછીપડી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार