सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લા ભાજપા દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ બલિદાન દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

તાપી જિલ્લા પ્રભારી અશોકભાઈ ધોરાજીયા, રમત ગમત સેલના પ્રદેશ કન્વિનર મનીષભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

હાર્દિક શાહ
  • Jun 24 2022 10:52AM
તાપી જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધી બાગ ની સામે વ્યારા ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ / બલિદાન દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશમાંથી આવેલ રમતગમત સેલના કન્વીનર મનીષભાઈ પટેલે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી એમના બલિદાન વિશે જણાવ્યું હતું. 23 જૂન ના દિવસે ભારતીય જનતા પાર્ટી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ના બલિદાન દિવસ નિમિત્તે દર વર્ષે ૨૩ જૂનના રોજ ઉજવે છે. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી જીવન પર્યંત દેશહિત માટે ઝઝૂમતા રહ્યા. તેમાં પણ કાશ્મીર મુદ્દે દેશની એકતા અને અખંડિતતા કાજે પોતાના પ્રાણની પણ આહુતી આપી દીધી. ડો.શ્યામા પ્રસાદ મુખર્જી એ નારો આપેલ કે "જહા હુએ  બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ", "જૉ કશ્મીર હમારા હૈ વો સારા કા સારા  હૈ"  ડો.શ્યામાપ્રસાદ મુખર્જી એ નારો આપેલ "એક દેશ મેં દો વિધાન,  દો નિશાન, દો પ્રધાન નહિ ચલેંગે નહિ ચલેંગે"  જે દેશભરમાં બુલંદ બનેલ.

આ પ્રસંગે તાપી જિલ્લા ભારતીય જનતાપાર્ટી સંગઠન પ્રમુખ જયરાજભાઈ ગામીત વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા વ્યારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ એડવોકેટ કુલીનભાઇ પ્રધાન, તથા વ્યારા નગર અને જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार