सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મેંદરડાના નાજાપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાને બદલે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું

સરકારી પ્રાથમિક શાળામાં બાંધકામ કરનાર સામે કાર્યવાહી કરવાને બદલે સત્તાધીશો દ્વારા છાવરતા હોય તેવુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે

કમલેશ મહેતા
  • Feb 3 2023 8:22PM

• મેંદરડાના નાજાપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાને બદલે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું 
• સરકારી પ્રાથમિક શાળામાં  બાંધકામ કરનાર સામે કાર્યવાહી કરવાને બદલે સત્તાધીશો દ્વારા છાવરતા હોય તેવુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે
 
મેંદરડા તાલુકાના નાજાપુર ગામે પ્રાથમિક શાળામાં પંચાયત ઘર ધોબીઘાટ સહિતના બાંધકામો કરવામાં આવેલ જે બાબતે નાજાપુરના ખેડૂત રવિરાજભાઈ ગઢીયા દ્વારા સમયાંતરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત કચેરી જિલ્લા કલેકટર અને ગુજરાત રાજ્ય તકેદારી પંચ આયોગ સહિતનાઓને અનેકવાર લેખિત રજૂઆત કરેલ ત્યારબાદ ૪ જાન્યુઆરી ૨૦૨૩માં સોગંધનામુ રજૂ કરી તકેદારી પંચ સચિવ, રાજ્યપાલ,જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ હતી કે નાજાપુર પ્રાથમિક શાળા અંદર બાંધકામ અટકાવવામાં આવે છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન  કરવામાં આવેલ  બાંધકામ પૂર્ણ કરી લોકાર્પણ કરીદેવામાં આવેલ
    
આજે નાજાપુર ખાતે થયેલ ગ્રામ પંચાયત ઘરના વિવાદ વચ્ચે લોકાર્પણ કરવામાં આવેલ હતું જેમાં જિલ્લા પ્રમુખ શાંતાબેન ખટારીયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા,જી.પં.કા.ચેરમેન કંચનબેન ડઢાણીયા મેંદરડા તાલુકા ભાજપની ટીમ ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા

ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસવામાં આવતા જણાયુ કે નાજાપુર ગ્રામ પંચાયત સરપંચ દ્વારા તા૧૬/૩/૨૦૧૫ મા પંચ રોજકામ કરી તલાટી અને સરપંચ દ્વારા મેંદરડા ટી.આર.પી ને મોકલવામાં આવેલ ટી.આર.પી પાસે આવેલ પંચ રોજકામ  ડાયરેક જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર જુનાગઢ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિને મોકલી આપવામાં આવ્યું

 જે જીલ્લા શિક્ષણ સમિતિના ઠરાવમાં પાસ કરી નાજાપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા હસ્તકની જગ્યામાંથી ગ્રામ પંચાયતને રાજીવગાંધી ભવન બનાવવા માટે જગ્યા ફાળવવા બાબતે કરેલ અરજી અન્વયે ટીઆરપી મેંદરડાના અભિપ્રાય અનુસાર જગ્યા જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ફાળવી મંજૂર કરી દેવામાં આવેલ અને કલેક્ટરને કોઈપણ પ્રકારની જાણ કે હુકમ ની રાહ જોયા વગર  મંજૂરી આપવામાં આવેલ ખરેખર શું  જિલ્લા શિક્ષણ અધિકારી મંજૂરી આપી શકે ? સત્તા હોઈ શકે ? આવા સળગતા પ્રશ્નો ઉઠવા પામ્યા છે ? ખરેખર કલેકટર ની ભૂમિકા હોઈ શકે કે નહીં ?

આજે નાજાપુર ખાતે ગ્રામ પંચાયત ઘરનું ઉદ્ઘાટન બાદ  સાવજ ડેરી ચેરમેન દિનેશભાઈ ખટારીયા ને પૂછવામાં આવેલ કે કલેક્ટરની મંજૂરી વગર બાંધકામ કેવી રીતે કરવામાં આવ્યું ત્યારે જણાવ્યું હતું કે આમાં કલેકટર ની કોઈપણ જાતની ભૂમિકા હોતી નથી કે મંજૂરી લેવાની હોતી
         
શિક્ષણ હેતુ માટે સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવેલી હોય ત્યારે કલેકટર ની જાણ બહાર જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ જગ્યા ફાળવી તેની સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે
 
મેંદરડા ઇન્ચાર્જ ટીડીઓ સંદીપભાઈ ગજેરા ને પુછવામાં આવતાં જણાવ્યું હતું હાલ ટીડીઓ રજા ઉપર છે હુ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું ત્યારે નાજાપુર પ્રાથમિક શાળા વિવાદ જાણવાં મળેલ છે પરંતુ આ બાબતે વધું માહીતી રેગ્યુલર ફરજ બજાવતા ટીડીઓ તા.૧૦ પછી હાજર થવાનાં હોય ત્યારે વધું માહીતી મળી શકસે



सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार